Gold Silver Price Today: સોના અને ચાંદીના ભાવમાં તેજી, જાણો 10 ગ્રામ ગોલ્ડ કેટલું મોંઘું થયું

જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. (પ્રતીકાત્મક તસવીર)

Gold Silver Price Latest Updates: મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના ભાવમાં જોવા મળ્યો ઉછાળો

  • Share this:
    Gold Silver Price, 8 September 2021: મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર બુધવાર સવારે 10:10 વાગ્યે સોનું વાયદો (Gold Price Today) 0.26 ટકા એટલે કે 121 રૂપિયાના વધારા સાથે 47,060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. આ ઉપરાંત, MCX પર ચાંદી વાયદામાં (Silver Price Today) તેજી જોવા મળી. સિલ્વર 0.15 ટકા એટલે કે 99 રૂપિયાના ઉછાળા સાથે 64,720 રૂપિયા પર ટ્રેડ થઈ રહી હતી. મજબૂત ડૉલર (US Dollar) અને યુએસ બોન્ડ યીલ્ડમાં વધારાની વચ્ચે સોનાના ભાવ દબાણ હેઠળ ટ્રેડ થઈ રહ્યા છે. ડૉલર ઇન્ડેક્સ વધીને એક સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો જ્યારે યુએસ ટ્રેઝરી યીલ્ડ પણ વધ્યો છે.

    24 કેરેટ ગોલ્ડનો ભાવ

    ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, 8 સપ્ટેમ્બરે દેશની રાજધાની દિલ્હીમાં (Delhi Gold Price) 10 ગ્રામ સોનાની કિંમત 50,780 રૂપિયા, મુંબઈમાં (Mumbai Gold Price) 47,400 રૂપિયા, ચેન્નઈમાં (Chennai Gold Price) 48,570 રૂપિયા અને કોલકાતામાં (Kolkata Gold Price) 49,540 રૂપિયા છે.

    ગુજરાતના શહેરોમાં ગોલ્ડ અને સિલ્વરની કિંમત

    Good Returns વેબસાઇટ મુજબ, બુધવાર સવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત (Ahmedabad 24 Carat Gold Price) 47,570 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત સુરતમાં 24 કેરેટ સોનાની કિંમત (Surat 24 Carat Gold Price) 47,570 રૂપિયા અને વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત (Vadodara 24 Carat Gold Price) 47,520 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 64,600 રૂપિયા છે.

    આ પણ વાંચો, Amazon સાથે કમાણી કરવાની સુવર્ણ તક, આ 35 શહેરોમાં 8000 લોકોને આપશે Jobs, અહીં કરો રજિસ્ટ્રેશન

    આવી રીતે ચેક કરો સોનાની શુદ્ધતા

    જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.

    આ પણ વાંચો, Twitterએ લૉન્ચ કર્યું Super Follow ફીચર, હવે યૂઝર્સ કરી શકશે કમાણી

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

    સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Mrunal Bhojak
    First published: