Home /News /business /

Gold Rate Today: સોના-ચાંદીની કિંમત ફ્લેટ, ખરીદી પહેલા જાણો આજનો ભાવ

Gold Rate Today: સોના-ચાંદીની કિંમત ફ્લેટ, ખરીદી પહેલા જાણો આજનો ભાવ

સોનાની કિંમત

Gold and Silver rate today 07 April, 2022: આજે સવારે 10:15 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.01 ટકા વધીને 51,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 0.07 ટકા ઘટીને 66,261 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમત (Gold Silver rate today) આજે ફ્લેટ રહી છે. એટલે કે ભાવમાં સામાન્ય વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.01 ટકાના વધારા અને ચાંદી 0.07 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. જોકે, સોનું રેકોર્ડ કિંમત (Gold record price)થી હજુ ઘણું સસ્તું મળી રહ્યું છે. આથી જો તમારે સોનાની ખરીદી કરવી હોય તો તમારા માટે સારો મોકો છે.

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)


    આજે સવારે 10:15 વાગ્યે એમસીએક્સ પર જૂન વાયદાનું સોનું 0.01 ટકા વધીને 51,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ મે વાયદાનું ચાંદી 0.07 ટકા ઘટીને 66,261 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 51,600 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,396 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4,600 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹48,590₹53,010
    મુંબઈ₹48,000₹52,370
    દિલ્હી₹48,000₹52,370
    કોલકાતા₹48,000₹52,370
    બેંગલુરુ₹48,000₹52,370
    હૈદરાબાદ₹48,000₹52,370
    કેરળ₹48,000₹52,370
    પુણે₹48,100₹52,470
    વડોદરા₹48,100₹52,470
    અમદાવાદ₹48,080₹52,220
    જયપુર₹48,150₹52,520
    લખનઉ₹48,150₹52,520
    કોઈમ્બતુર₹48,590₹53,010
    મદુરાઈ₹48,590₹53,010
    વિજયવાડા₹48,000₹52,370
    પટના₹48,100₹52,470
    નાગપુર₹48,100₹52,470
    ચંદીગઢ₹48,150₹52,520
    સુરત₹48,080₹52,220
    ભુવનેશ્વર₹48,000₹52,370
    મેંગલોર₹48,000₹52,370
    વિશાખાપટ્ટનમ₹48,000₹52,370
    નાશિક₹48,100₹52,470
    મૈસુર₹48,000₹52,370

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: આજે (7 એપ્રિલ) આ 20 શેરમાં કરો મોટી કમાણી

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: ગુજરાતમાં ફરી વધ્યા સીએનજીના ભાવ, જાણો નવી કિંમત

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    આગામી સમાચાર