Home /News /business /

Gold Price: સોના-ચાંદીની કિંમતમાં ફરીથી આવ્યો ઉછાળો, ખરીદી પહેલા જાણો આજનો ભાવ

Gold Price: સોના-ચાંદીની કિંમતમાં ફરીથી આવ્યો ઉછાળો, ખરીદી પહેલા જાણો આજનો ભાવ

સોનાનો આજનો ભાવ

Gold and Silver rate today 22 March, 2022: ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,777 રૂપિયા જોવા મળ્યું હતું.

    નવી દિલ્હી: રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવ (Russia Ukraine conflict) વચ્ચે આજે સોના અને ચાંદીની કિંમત (Gold-Silver price)માં વધારો જોવા મળ્યો હતો. આજે સવારે 10:00 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું (Gold price today) 0.24 ટકા એટલે કે 122 રૂપિયા વધીને 51,777 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી (Silver price today) 0.66 ટકા એટલે કે 448 રૂપિયા વધીને 68,797 રૂપિયા લેખે ટ્રેડ થઈ રહ્યું હતું. સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ પ્રતિ એક કિલોગ્રામ છે. બુલિયન માર્કેટમાં 22 કેરેટ સોનાની કિંમત 48,354 રૂપિયા હતી. 20 કેરેટ સોનાની કિંમત 43,958 રૂપિયા જ્યારે 18 કેરેટ ગોલ્ડની કિંમત 39,563 રૂપિયા હતી.

    વૈશ્વિક બજારમાં સોનાની કિંમત


    ઘરેલૂ બજારની જેમ વૈશ્વિક બજારમાં પણ સોના અને ચાંદીની કિંમતમાં તેજી જોવા મળી છે. બંને મેટલ સવારે ઉછાળા સાથે ટ્રેડ કરી રહી હતી. આંતરાષ્ટ્રીય બજારમાં સોનું 0.01 ટકાની તેજી સાથે 1936.40 ડૉલર પ્રતિ ઔંસ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. ચાંદી પણ 0.36 ટકાના ઉછાળા સાથે 25.32 ડૉલર પ્રતિ ઔંસ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોના-ચાંદીની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,777 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4,423 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹48,280₹52,670
    મુંબઈ₹47,410₹51,710
    દિલ્હી₹47,410₹51,710
    કોલકાતા₹47,410₹51,710
    બેંગલુરુ₹47,410₹51,710
    હૈદરાબાદ₹47,410₹51,710
    કેરળ₹47,410₹51,710
    પુણે₹47,510₹51,810
    વડોદરા₹47,490₹51,790
    અમદાવાદ₹47,460₹51,760
    જયપુર₹47,560₹51,860
    લખનઉ₹47,560₹51,860
    કોઈમ્બતુર₹48,280₹52,670
    મદુરાઈ₹48,280₹52,670
    વિજયવાડા₹47,410₹51,710
    પટના₹47,510₹51,810
    નાગપુર₹47,490₹51,790
    ચંદીગઢ₹47,560₹51,860
    સુરત₹47,460₹51,760
    ભુવનેશ્વર₹47,410₹51,710
    મેંગલોર₹47,410₹51,710
    વિશાખાપટ્ટનમ₹47,410₹51,710
    નાશિક₹47,510₹51,810
    મૈસુર₹47,410₹51,710

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: ઝોમાટો હવે 10 મિનિટમાં જમવાનું પહોંચાડશે!

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: આજે (22 માર્ચ) આ 20 શેરમાં કરો મોટી કમાણી

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    આગામી સમાચાર