Home /News /business /

Gold Price Today: સોના-ચાંદીની કિંમતમાં વધારો, ખરીદી પહેલા જાણો આજનો ભાવ

Gold Price Today: સોના-ચાંદીની કિંમતમાં વધારો, ખરીદી પહેલા જાણો આજનો ભાવ

સોનાની કિંમત

Gold and Silver rate today 6 May, 2022: ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,020 રૂપિયા જોવા મળ્યું હતું.

    નવી દિલ્હી: સોના-ચાંદીની કિંમતમાં છેલ્લા થોડા દિવસોથી ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આજે સવારે એમસીએક્સ પર સોનાની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. ચાંદીની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો છે. જોકે, ભાવમાં વધારો છતાં સોનાની કિંમત હાલ તેની રેકોર્ડ કિંમતથી ઘણી ઓછી છે. આથી સોનાની ખરીદી કરવા માંગતા લોકો માટે હજુ સારો મોકો છે. આજે સોનાની કિંમતમાં 0.24 ટકા અને ચાંદીની કિંમતમાં 0.25 ટકાનો વધારો જોવામાં આવ્યો છે.

    સોના-ચાંદીની કિંમત (Gold Silver Price)


    આજે સવારે 10: 15 વાગ્યે એમસીએક્સ એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર જૂન વાયદાનું સોનું 0.24 ટકા અથવા 121 રૂપિયા વધીને 51,020 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. ચાંદીની વાત કરીએ તો જુલાઈ વાયદાની ચાંદી આજે 0.25 ટકા અથવા 156 રૂપિયા વધીને 62,492 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,020 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 5,180 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹48,410₹52,810
    મુંબઈ₹47,100₹51,380
    દિલ્હી₹47,100₹51,380
    કોલકાતા₹47,100₹51,380
    બેંગલુરુ₹47,100₹51,380
    હૈદરાબાદ₹47,100₹51,380
    કેરળ₹47,100₹51,380
    પુણે₹47,190₹51,470
    વડોદરા₹47,190₹51,470
    અમદાવાદ₹47,170₹51,390
    જયપુર₹47,250₹51,530
    લખનઉ₹47,250₹51,530
    કોઈમ્બતુર₹48,410₹52,810
    મદુરાઈ₹48,410₹52,810
    વિજયવાડા₹47,100₹51,380
    પટના₹47,190₹51,470
    નાગપુર₹47,190₹51,470
    ચંદીગઢ₹47,250₹51,530
    સુરત₹47,170₹51,390
    ભુવનેશ્વર₹47,100₹51,380
    મેંગલોર₹47,100₹51,380
    વિશાખાપટ્ટનમ₹47,100₹51,380
    નાશિક₹47,190₹51,470
    મૈસુર₹47,100₹51,380

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: રેપો રેટ વધતા આ પાંચ બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ રેટ્સમાં કર્યો વધારો

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: આજે (6 મે) આ 20 શેરમાં કરો મોટી કમાણી, જાણો બજાર વિશ્લેષકોનો અભિપ્રાય

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    આગામી સમાચાર