Home /News /business /

Gold Price Today: સોના-ચાંદીની કિંમતમાં આજે પણ ઘટાડો, સોનું 50,500 નજીક પહોંચ્યું

Gold Price Today: સોના-ચાંદીની કિંમતમાં આજે પણ ઘટાડો, સોનું 50,500 નજીક પહોંચ્યું

સોનાનો આજનો ભાવ

Gold and Silver rate today 4 May, 2022: ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 50,647 રૂપિયા જોવા મળ્યું હતું.

    નવી દિલ્હી: સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો આજે (Gold Silver Price 4th May 2022) પણ ઘટાડો ચાલુ રહ્યો છે. આજે સવારે એમસીએક્સ પર સોના અને ચાંદીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે જ સોનું (Gold price today) 50,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નજીક પહોંચી ગયું છે. ચાંદી (Silver price today) પણ 63,000 રૂપિયા નીચે ટ્રેડ કરી રહ્યું છે. બીજી તરફ ભારતીય શેર બજાર (Indian stock market)માં પણ આજે મંદીનો માહોલ જોવ મળ્યો છે.

    સોના-ચાંદીની કિંમત (Gold Silver Price Today)


    આજે સવારે 10:45 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે એમસીએક્સ (MCX) પર સોનું 0.32 ટકા અથવા 161 રૂપિયા ઘટીને 50,647 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. ચાંદી આજે 0.26 ટકા અથવા 161 રૂપિયા ઘટીને 62,888 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 50,647 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 5553 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹48,100₹52,320
    મુંબઈ₹47,000₹51,280
    દિલ્હી₹47,000₹51,280
    કોલકાતા₹47,000₹51,280
    બેંગલુરુ₹47,000₹51,280
    હૈદરાબાદ₹47,000₹51,280
    કેરળ₹47,000₹51,280
    પુણે₹47,100₹51,380
    વડોદરા₹47,100₹51,380
    અમદાવાદ₹47,060₹51,340
    જયપુર₹47,150₹51,430
    લખનઉ₹47,150₹51,430
    કોઈમ્બતુર₹48,100₹52,320
    મદુરાઈ₹48,100₹52,320
    વિજયવાડા₹47,000₹51,280
    પટના₹47,100₹51,380
    નાગપુર₹47,100₹51,380
    ચંદીગઢ₹47,150₹51,430
    સુરત₹47,060₹51,340
    ભુવનેશ્વર₹47,000₹51,280
    મેંગલોર₹47,000₹51,280
    વિશાખાપટ્ટનમ₹47,000₹51,280
    નાશિક₹47,100₹51,380
    મૈસુર₹47,000₹51,280

    આ પણ વાંચો: એલઆઈસીનો આઈપીઓ ખુલ્યો: રોકાણ પહેલા જાણો 10 મહત્ત્વની વાત

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: ...તો શું હવે ટ્વિટરનો ઉપયોગ કરવા માટે ફી ચૂકવવી પડશે?

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    આગામી સમાચાર