Home /News /business /

Gold Price Today: સોનું ઉછળ્યું તો ચાંદી તૂટી, ખરીદી પહેલા જાણો આજે ભાવમાં કેટલો વધારો-ઘટાડો થયો

Gold Price Today: સોનું ઉછળ્યું તો ચાંદી તૂટી, ખરીદી પહેલા જાણો આજે ભાવમાં કેટલો વધારો-ઘટાડો થયો

સોનાની કિંમત

Gold and Silver rate today 22 April, 2022: ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 52,487 રૂપિયા જોવા મળ્યું હતું.

    નવી દિલ્હી: ભારતીય શેર બજારમાં આજે નરમાઈ જોવા મળી છે. શેર બજારની શરૂઆત આજે મોટા ઘટાડા સાથે થઈ હતી. વૈશ્વિક બજારો કમજોર રહેતા તેની અસર ભારતીય બજાર પર જોવા મળી રહી છે. બીજી તરફ આજે સોનામાં તેજી જોવા મળી છે. જોકે, ચાંદીમાં ઘટાડો નોંધાયો છે. સવારે 09:22 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.14 ટકા વધીને જ્યારે ચાંદી 0.07 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યા હતા. રેકોર્ડ કિંમત સાથે સોનાની સરખામણી કરીએ તો સોનું હજુ 3,713 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    સોના-ચાંદીની કિંમત (Gold Silver Price)


    આજે સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર જૂન વાયદાનું સોનું 0.14 ટકા એટલે કે 74 રૂપિયા વધીને 52,487 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ મે વાયદાનું ચાંદી આજે સવારે 0.07 ટકા એટલે કે 45 રૂપિયા ઘટીને 67,080 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોનું રેકોર્ડ કિંમતથી કેટલું દૂર?


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 52,487 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 3,713 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹49,470₹53,970
    મુંબઈ₹49,310₹53,790
    દિલ્હી₹49,310₹53,790
    કોલકાતા₹49,310₹53,790
    બેંગલુરુ₹49,310₹53,790
    હૈદરાબાદ₹49,310₹53,790
    કેરળ₹49,310₹53,790
    પુણે₹49,370₹53,850
    વડોદરા₹49,370₹53,850
    અમદાવાદ₹49,360₹53,840
    જયપુર₹49,460₹53,940
    લખનઉ₹49,460₹53,940
    કોઈમ્બતુર₹49,470₹53,970
    મદુરાઈ₹49,470₹53,970
    વિજયવાડા₹49,310₹53,790
    પટના₹49,370₹53,850
    નાગપુર₹49,370₹53,850
    ચંદીગઢ₹49,460₹53,940
    સુરત₹49,360₹53,840
    ભુવનેશ્વર₹49,310₹53,790
    મેંગલોર₹49,310₹53,790
    વિશાખાપટ્ટનમ₹49,310₹53,790
    નાશિક₹49,370₹53,850
    મૈસુર₹49,310₹53,790

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: જાણો કેમ્પસ એક્ટિવવેરનો શેર ગ્રે માર્કેટ કેટલી કિંમતે થઈ રહ્યો છે ટ્રેડ

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો (Gold purity check)


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: આજે (22 એપ્રિલ) આ 20 શેરમાં કરો મોટી કમાણી

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ (Gold latest rates)


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    આગામી સમાચાર