Home /News /business /

Gold Price Today: સોના-ચાંદીની કિંમતમાં આજે પણ ઘટાડો, જાણો તમારા શહેરમાં આજનો ભાવ

Gold Price Today: સોના-ચાંદીની કિંમતમાં આજે પણ ઘટાડો, જાણો તમારા શહેરમાં આજનો ભાવ

સોનાની કિંમત

Gold and Silver rate today 21 April, 2022: ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 52,524 રૂપિયા જોવા મળ્યું હતું.

    નવી દિલ્હી: છેલ્લા બે દિવસથી ભારતીય શેર બજાર (Indian stock market)માં તેજી જોવા મળી રહી છે. બીજી તરફ સોના અને ચાંદીની કિંમત (Gold and Silver price)માં નરમાઈ જોવા મળી રહી છે. આજે પણ એમસીએક્સ (MCX) પર સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે, સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી ઘણું દૂર છે. સવારે 10:15 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 0.20 ટકા અને ચાંદી 0.38 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યા હતા.

    સોના-ચાંદીની કિંમત (Gold Silver Price)


    આજે એમસીએક્સ પર જૂન વાયદાનું સોનું 0.20 ટકા એટલે કે 104 રૂપિયા ઘટીને 52,524 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું. બીજી તરફ મે વાયદાનું ચાંદી આજે 0.38 ટકા એટલે કે 263 રૂપિયા ઘટીને 68,143 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું.

    સોનું રેકોર્ડ કિંમતથી કેટલું દૂર?


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 52,524 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 3,676 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹49,690₹54,200
    મુંબઈ₹49,300₹53,780
    દિલ્હી₹49,300₹53,780
    કોલકાતા₹49,300₹53,780
    બેંગલુરુ₹49,300₹53,780
    હૈદરાબાદ₹49,300₹53,780
    કેરળ₹49,300₹53,780
    પુણે₹49,360₹53,840
    વડોદરા₹49,360₹53,840
    અમદાવાદ₹49,350₹53,830
    જયપુર₹49,450₹53,930
    લખનઉ₹49,450₹53,930
    કોઈમ્બતુર₹49,690₹54,200
    મદુરાઈ₹49,690₹54,200
    વિજયવાડા₹49,300₹53,780
    પટના₹49,360₹53,840
    નાગપુર₹49,360₹53,840
    ચંદીગઢ₹49,450₹53,930
    સુરત₹49,350₹53,830
    ભુવનેશ્વર₹49,300₹53,780
    મેંગલોર₹49,300₹53,780
    વિશાખાપટ્ટનમ₹49,300₹53,780
    નાશિક₹49,360₹53,840
    મૈસુર₹49,300₹53,780

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: આજે (21 એપ્રિલ) આ 20 શેરમાં કરો મોટી કમાણી

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: અદાણી વિલ્મરના શેરે અઢી મહિનામાં કરી દીધા માલામાલ

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    આગામી સમાચાર