Home /News /business /

Gold Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં આવ્યો ઘટાડો, ખરીદી પહેલા જાણો સોનું રેકોર્ડ કિંમતથી કેટલું દૂર

Gold Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં આવ્યો ઘટાડો, ખરીદી પહેલા જાણો સોનું રેકોર્ડ કિંમતથી કેટલું દૂર

સોનાની કિંમત

Gold and Silver rate today 20 April, 2022: ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 52,410 રૂપિયા જોવા મળ્યું હતું.

    નવી દિલ્હી: સતત પાંચ દિવસ તૂટ્યા બાદ આજે ભારતીય શેર બજારમાં મંદી જોવા મળી રહી છે. આ સાથે જ સોના અને ચાંદીની કિંમતમાં આજે કડાકો બોલ્યો છે. સવારે એમસીએક્સ પર સોનું 52,410 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 6,8249 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહી હતી. સોનું હજું તેની રેકોર્ડ કિંમતથી ઘણું દૂર છે. આથી જો તમે સોનામાં રોકાણ કરવા માંગો છો તો તમારા માટે સારો મોકો છે.

    સોના-ચાંદીની કિંમત (Gold-Silver Price)


    આજે સવારે 10:20 વાગ્યે એમસીએક્સ (Multi Commodity exchange - MCX) પર જૂન વાયદાનું સોનું 0.64 ટકા એટલે કે 339 રૂપિયા તૂટીને 52,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. ચાંદીની વાત કરીએ તો મે વાયદાનું ચાંદી આજે 0.76 ટકા એટલે કે 521 રૂપિયા તૂટીને 68,249 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું.

    સોનું રેકોર્ડ કિંમતથી કેટલું દૂર?


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 52,410 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 3,790 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹49,570₹54,100
    મુંબઈ₹49,150₹53,620
    દિલ્હી₹49,150₹53,620
    કોલકાતા₹49,150₹53,620
    બેંગલુરુ₹49,150₹53,620
    હૈદરાબાદ₹49,150₹53,620
    કેરળ₹49,150₹53,620
    પુણે₹49,180₹53,650
    વડોદરા₹49,180₹53,650
    અમદાવાદ₹49,200₹53,670
    જયપુર₹49,300₹53,770
    લખનઉ₹49,300₹53,770
    કોઈમ્બતુર₹49,570₹54,100
    મદુરાઈ₹49,570₹54,100
    વિજયવાડા₹49,150₹53,620
    પટના₹49,180₹53,650
    નાગપુર₹49,180₹53,650
    ચંદીગઢ₹49,300₹53,770
    સુરત₹49,200₹53,670
    ભુવનેશ્વર₹49,150₹53,620
    મેંગલોર₹49,150₹53,620
    વિશાખાપટ્ટનમ₹49,150₹53,620
    નાશિક₹49,180₹53,650
    મૈસુર₹49,150₹53,620

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: આજે (20 એપ્રિલ) આ 20 શેરમાં કરો મોટી કમાણી

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: એનપીએસ ખાતાની બેલેન્સ કેવી રીતે ચેક કરવી? જાણો રીત

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    આગામી સમાચાર