Home /News /business /

Gold Price Today: સોનાની કિંમત 53,000 રૂપિયાને પાર, જાણો આજે ભાવમાં કેટલો વધારો-ઘટાડો થયો

Gold Price Today: સોનાની કિંમત 53,000 રૂપિયાને પાર, જાણો આજે ભાવમાં કેટલો વધારો-ઘટાડો થયો

સોનાની કિંમત

Gold and Silver rate today 19 April, 2022: ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 53,169 રૂપિયા જોવા મળ્યું હતું.

    નવી દિલ્હી: સોનાની કિંમતમાં ધીમે ધીમે ઉછાળો આવી રહ્યો છે. સોમવારે એમસીએક્સ (MCX) પર સોનાની કિંમત 53,500 રૂપિયાને પાર ચાલી ગઈ હતી. જોકે, આજે (Gold price today, 19 April 2022) સોનાની કિંમતમાં થોડો ઘટાડો નોંધાયો છે. આજે એમસીએક્સ પર સોનું 0.19 ટકા અને ચાંદી 0.08 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધને પગલે અનેક કોમોડિટીના ભાવમાં તોતિંગ વધારો થયો છે.

    સોના-ચાંદીની કિંમત (Gold Silver Price)


    આજે સવારે 10:15 વાગ્યે એમસીએક્સ પર જૂન વાયદાનું સોનું 0.19 ટકા એટલે કે 103 રૂપિયા ઘટીને 53,169 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 0.03 ટકા એટલે કે 55 રૂપિયા ઘટીને 69,921 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું હતું. ઘટાડા છતાં ચાંદી 70 હજાર રૂપિયાની સપાટીની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે સોનું 53 હજાર રૂપિયા ઉપર ટ્રેડ કરી રહ્યું છે.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 53,169 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 3,031 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹50,480₹55,070
    મુંબઈ₹49,860₹54,390
    દિલ્હી₹49,860₹54,390
    કોલકાતા₹49,860₹54,390
    બેંગલુરુ₹49,860₹54,390
    હૈદરાબાદ₹49,860₹54,390
    કેરળ₹49,860₹54,390
    પુણે₹49,890₹54,470
    વડોદરા₹49,890₹54,470
    અમદાવાદ₹49,910₹54,440
    જયપુર₹49,960₹54,490
    લખનઉ₹49,960₹54,490
    કોઈમ્બતુર₹50,480₹55,070
    મદુરાઈ₹50,480₹55,070
    વિજયવાડા₹49,860₹54,390
    પટના₹49,890₹54,470
    નાગપુર₹49,890₹54,470
    ચંદીગઢ₹49,960₹54,490
    સુરત₹49,910₹54,440
    ભુવનેશ્વર₹49,860₹54,390
    મેંગલોર₹49,860₹54,390
    વિશાખાપટ્ટનમ₹49,860₹54,390
    નાશિક₹49,890₹54,470
    મૈસુર₹49,860₹54,390

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: આજે (19 એપ્રિલ) આ 20 શેરમાં થશે કમાણી જ કમાણી

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: માઇન્ડટ્રીનું પરિણામ અપેક્ષા કરતા સારું

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    આગામી સમાચાર