Home /News /business /

Gold Price Today: સપ્તાહના પ્રથમ દિવસે જ સોના-ચાંદીમાં મોટો ઉછાળો; શેર બજારમાં કડાકો

Gold Price Today: સપ્તાહના પ્રથમ દિવસે જ સોના-ચાંદીમાં મોટો ઉછાળો; શેર બજારમાં કડાકો

સોનાની કિંમત

Gold and Silver rate today 18 April, 2022: ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 53,381 રૂપિયા જોવા મળ્યું હતું.

    નવી દિલ્હી: સપ્તાહના પ્રથમ દિવસે જ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો (Gold-Silver price hike) જોવા મળ્યો છે. બીજી તરફ ચાર દિવસ બંધ રહ્યા બાદ આજે શેર બજારમાં ટ્રેડિંગ શરૂ થયું હતું. સવારે 9:20 વાગ્યે સેન્સેક્સમાં એક હજાર પોઈન્ટનો કડાકો (Sensex crash) જોવા મળ્યો હતો. સોના ચાંદીમાં અઠવાડિયાના પ્રથમ દિવસે જ મોટો ઉછાળો જોવા મળ્યો છે. સોમવારે સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.73 ટકાના ઉછાળા સાથે અને ચાંદી 1.36 ટકાના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા હતા.

    સોના ચાંદીના ભાવ (Gold Silver price)


    આજે સવારે 9: 20 વાગ્યે MCX પર જૂન વાયદાનું સોનું 0.73 ટકા એટલે કે 389 રૂપિયા ઉછળીને 53,381 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું. બીજી તરફ જૂન વાયદાનું ચાંદી 1.36 ટકા વધીને 69,968 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું. ચાંદીમાં આજે 936 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 53,381 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 2819 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹50,140₹54,700
    મુંબઈ₹49,550₹54,060
    દિલ્હી₹49,550₹54,060
    કોલકાતા₹49,550₹54,060
    બેંગલુરુ₹49,550₹54,060
    હૈદરાબાદ₹49,550₹54,060
    કેરળ₹49,550₹54,060
    પુણે₹49,580₹54,090
    વડોદરા₹49,580₹54,090
    અમદાવાદ₹49,600₹54,100
    જયપુર₹49,650₹54,210
    લખનઉ₹49,650₹54,210
    કોઈમ્બતુર₹50,140₹54,700
    મદુરાઈ₹50,140₹54,700
    વિજયવાડા₹49,550₹54,060
    પટના₹49,580₹54,090
    નાગપુર₹49,580₹54,090
    ચંદીગઢ₹49,650₹54,210
    સુરત₹49,600₹54,100
    ભુવનેશ્વર₹49,550₹54,060
    મેંગલોર₹49,550₹54,060
    વિશાખાપટ્ટનમ₹49,550₹54,060
    નાશિક₹49,580₹54,090
    મૈસુર₹49,550₹54,060

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: આજે ઇન્ફોસિસ, એચડીએફસી બેંક સહિત આ 20 શેરમાં કરો મોટી કમાણી 

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલની નવી કિંમત જાહેર, જાણો આજનો ભાવ

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    આગામી સમાચાર