Home /News /business /Gold Price Today: સપ્તાહના પ્રથમ દિવસે જાણો સોનાની કિંમતમાં કેટલો વધારો-ઘટાડો થયો

Gold Price Today: સપ્તાહના પ્રથમ દિવસે જાણો સોનાની કિંમતમાં કેટલો વધારો-ઘટાડો થયો

સોનાની કિંમત

Gold and Silver rate today 11 April, 2022: ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 52,043 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4,157 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોનાની કિંમત (Gold price today)માં થોડા દિવસોથી ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આજે સોના અને ચાંદીની કિંમત (Gold-Silver price) ફ્લેટ રહી છે. આ સાથે જ સોનું 52 હજાર રૂપિયા ઉપર નીકળી ગયું છે. બીજી તરફ ચાંદીની કિંમત (Silver Price) 67 હજાર રૂપિયા નજીક પહોંચી છે. આજે સવારે એમસીએક્સ (MCX) પર સોનું અને ચાંદી ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. જોકે, આ ઘટાડો સામાન્ય હતો. રેકોર્ડ કિંમતની વાત કરવામાં આવે તો સોનું ઓલ ટાઇમ હાઈ (Gold all time high)થી હજુ ઘણું સસ્તું મળી રહ્યું છે. આથી સોનાની ખરીદી માટે આ ખૂબ સારો મોકો છે.

    સોના-ચાંદીની કિંમત (Gold Silver Price)


    મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સવારે 10:30 વાગ્યે જૂન વાયદાનું સોનું 0.05 ટકા ઘટીને 52,043 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું. ચાંદીની વાત કરીએ તો મે વાયદાનું ચાંદી 0.03 ટકાના સામાન્ય ઘટાડા સાથે 66,971 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 52,043 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4,157 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાએ છ દિવસમાં ગુમાવ્યા 900 કરોડ રૂપિયા

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹49,250₹53,730
    મુંબઈ₹48,600₹53,020
    દિલ્હી₹48,600₹53,020
    કોલકાતા₹48,600₹53,020
    બેંગલુરુ₹48,600₹53,020
    હૈદરાબાદ₹48,600₹53,020
    કેરળ₹48,600₹53,020
    પુણે₹48,700₹53,120
    વડોદરા₹48,700₹53,120
    અમદાવાદ₹48,650₹53,070
    જયપુર₹48,750₹53,170
    લખનઉ₹48,750₹53,170
    કોઈમ્બતુર₹49,250₹53,730
    મદુરાઈ₹49,250₹53,730
    વિજયવાડા₹48,600₹53,020
    પટના₹48,700₹53,120
    નાગપુર₹48,700₹53,120
    ચંદીગઢ₹48,750₹53,170
    સુરત₹48,650₹53,070
    ભુવનેશ્વર₹48,600₹53,020
    મેંગલોર₹48,600₹53,020
    વિશાખાપટ્ટનમ₹48,600₹53,020
    નાશિક₹48,700₹53,120
    મૈસુર₹48,600₹53,020

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: પાંચ લાખના બજેટમાં જ મળી રહી છે આ શાનદાર કાર્સ, જુઓ યાદી

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन