Home /News /business /

Gold Price Today: સોનાની કિંમતમાં આવ્યો ઘટાડો, ખરીદી પહેલા ફટાફટ જાણો આજનો ભાવ

Gold Price Today: સોનાની કિંમતમાં આવ્યો ઘટાડો, ખરીદી પહેલા ફટાફટ જાણો આજનો ભાવ

સોનાની કિંમત

Gold and Silver rate today 08 April, 2022: ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 51,825 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,396 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4,375 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

વધુ જુઓ ...
    મુંબઈ: સોનાની કિંમત (Gold Rate Today)માં આજે પણ ઘટાડો નોંધાયો છે. હાલ સોનું 52,000 રૂપિયા નીચે ટ્રેડ કરી રહ્યું છે. બીજી તરફ ચાંદીની કિંમત (Silver Rate Today) ફ્લેટ રહેવા પામી છે. ચાંદી આજે 67,700 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહી રહી છે. આજે (08 એપ્રિલ) એમસીએક્સ (MCX) પર સોનું 0.14 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 0.01 ટકાના મામુલી વધારા સાથે ટ્રેડ કરી રહ્યું હતું.

    સોના-ચાંદીની કિંમત (Gold Silver Price)


    આજે સવારે 9:40 વાગ્યે એમસીએક્સ પર જૂન વાયદાનું સોનું 0.14 ટકા ઘટીને 51,825 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 0.01 ટકાના વધારા સાથે 66,770 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું. સોના અને ચાંદીની કિંમતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉતાર-ચઢાવ જોવા મળ્યો રહ્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના શરૂઆતના દિવસોમાં સોનાની કિંમતમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો હતો.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 51,825 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,396 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4,375 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹48,600₹53,020
    મુંબઈ₹48,010₹52,380
    દિલ્હી₹48,010₹52,380
    કોલકાતા₹48,010₹52,380
    બેંગલુરુ₹48,010₹52,380
    હૈદરાબાદ₹48,010₹52,380
    કેરળ₹48,010₹52,380
    પુણે₹48,110₹52,480
    વડોદરા₹48,110₹52,480
    અમદાવાદ₹48,090₹52,230
    જયપુર₹48,160₹52,530
    લખનઉ₹48,160₹52,530
    કોઈમ્બતુર₹48,600₹53,020
    મદુરાઈ₹48,600₹53,020
    વિજયવાડા₹48,010₹52,380
    પટના₹48,110₹52,480
    નાગપુર₹48,110₹52,480
    ચંદીગઢ₹48,160₹52,530
    સુરત₹48,090₹52,230
    ભુવનેશ્વર₹48,010₹52,380
    મેંગલોર₹48,010₹52,380
    વિશાખાપટ્ટનમ₹48,010₹52,380
    નાશિક₹48,110₹52,480
    મૈસુર₹48,010₹52,380

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: આ વર્ષે પીએફ પર કેટલું ઓછું વ્યાજ આવશે? ગણતરીથી સમજો

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: આજે (8 એપ્રિલ) આ 20 શેરમાં કરો મોટી કમાણી, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    આગામી સમાચાર