Home /News /business /

Gold Price Today: સોનાની કિંમતમાં મામૂલી વધારો, ખરીદી પહેલા જાણો આજનો ભાવ

Gold Price Today: સોનાની કિંમતમાં મામૂલી વધારો, ખરીદી પહેલા જાણો આજનો ભાવ

સોનાનો આજનો ભાવ (Shutterstock તસવીર)

Gold and Silver rate today 10 May, 2022: ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,060 રૂપિયા જોવા મળ્યું હતું.

    નવી દિલ્હી: ભારતીય શેર બજાર (Indian stock market)માં આજે સામાન્ય તેજી જોવા મળી રહી છે. બીજી તરફ આજે સોના અને ચાંદીની કિંમત (Gold and silver price)માં પણ સામાન્ય તેજી જોવા મળી છે. આજે એમસીએક્સ (MCX) અથવા મલ્ટી કૉમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમતમાં 0.20 ટકાનો વધારો જોવા મળ્યો હતો. બીજા તરફ ચાંદીની કિંમતમાં 0.3 ટકાનો વધારો જોવા મળ્યો છે. જોકે, રેકોર્ડ કિંમત સાથે સોનાના ભાવની સરખામણીમાં કરવામાં આવે તો સોનું ખૂબ સસ્તું મળી રહ્યું છે.

    સોના-ચાંદીની કિંમત (Gold Silver Price)


    આજે 2:40 વાગ્યે MCX પર સોનું 0.20 ટકા અથવા 101 રૂપિયા વધીને 51,060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદી 0.35 ટકા અથવા 216 રૂપિયા વધીને 61,713 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,060 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 5,140 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹48,400₹52,800
    મુંબઈ₹47,100₹51,380
    દિલ્હી₹47,100₹51,380
    કોલકાતા₹47,100₹51,380
    બેંગલુરુ₹47,100₹51,380
    હૈદરાબાદ₹47,100₹51,380
    કેરળ₹47,250₹51,380
    પુણે₹47,200₹51,500
    વડોદરા₹47,200₹51,500
    અમદાવાદ₹47,160₹51,440
    જયપુર₹47,660₹51,530
    લખનઉ₹47,250₹51,530
    કોઈમ્બતુર₹48,400₹52,800
    મદુરાઈ₹48,400₹52,800
    વિજયવાડા₹47,100₹51,380
    પટના₹47,200₹51,500
    નાગપુર₹47,200₹51,500
    ચંદીગઢ₹47,250₹51,530
    સુરત₹47,160₹51,440
    ભુવનેશ્વર₹47,100₹51,380
    મેંગલોર₹47,100₹51,380
    વિશાખાપટ્ટનમ₹47,100₹51,380
    નાશિક₹47,200₹51,500
    મૈસુર₹47,100₹51,380

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના આ શેર માટે બ્રોકરેજ હાઉસ બુલિશ, શું તમારી પાસે છે? 

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: એસબીઆઈ પોઝિટિવ પે સિસ્ટમ: જાણો મોટી રકમના ચેક કેવી રીતે કેન્સલ કરવા?

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    આગામી સમાચાર