Gold Silver Price 23 August 2021: મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર સોમવાર સવારે સોના અને ચાંદી ફ્યૂચર ટ્રેડમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. MCX પર સવારે 9:40 વાગ્યે ઓક્ટોબર વાયદાનું સોનું (Gold Price) 0.16 ટકા એટલે કે 77 રૂપિયાના વધારાની સાથે 47,235 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ, ચાંદી (Silver Price) સપ્ટેમ્બર વાયદામાં 0.34 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. MCX પર 212 રૂપિયાના વધારા સાથે સિલ્વર વાયદો 61,933 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થયું હતું. નોંધનીય છે કે, ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં સોનું 56,200 રૂપિયાના ઉચ્ચતમ સ્તર સુધી પહોંચ્યું હતું હને હાલ સોનું 47,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે. જેથી સોનું તેના ઉચ્ચતમ સ્તરથી હજુ પણ 9 હજાર રૂપિયા સસ્તામાં મળી રહ્યું છે.
ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો અહીં સોનામાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. હાજર સોનું 0.1 ટકાના ઘટાડા સાથે 1,779.12 ડૉલર પ્રતિ ઔંસ થઈ ગયું છે. અન્ય કિંમતી ધાતુઓમાં ચાંદી 0.2 ટકાના વધારા સાથે 23.05 ડૉલર પ્રતિ ઔંસ પર આવી ગઈ છે, જ્યારે પ્લેટિનમ 0.3 ટકા વધીને 998.85 ડૉલર થઈ ગઈ છે.
24 કેરેટ ગોલ્ડનો ભાવ
Good Returnsની વેબસાઇટ મુજબ, 24 કેરેટ ગોલ્ડનો ભાવ આજે રાજધાની દિલ્હીમાં 50,480 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચેન્નઈમાં 48,690 રૂપિયા, મુંબઈમાં 47,190 રૂપિયા અને કોલકાતામાં 49,180 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
50,000 રૂપિયા સુધી જશે સોનું
વિશેષજ્ઞોના મત મુજબ, ટૂંક સમયમાં સોનું 50,000 રૂપિયા પર પહોંચી જશે. એવામાં રોકાણના હિસાબથી આ ઉત્તમ સમય છે. રોકાણકારો યલો મેટલમાં રોકાણ કરી શકે છે. બીજી તરફ, કોઈ રોકાણકારે પહેલાથી જ સોનામાં રોકાણ કરેલું છે તો હાલ હોલ્ડ કરવાથી ફાયદારૂપ સાબિત થઈ શકે છે.
તમે જ્યારે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર