Gold-Silver Price Today: સોના અને ચાંદીના ભાવમાં જોરદાર કડાકો, 9800 રૂપિયા સસ્તું ગોલ્ડ ખરીદવાની તક

સોનું તેના ઓગસ્ટ 2020ના ઓલટાઇમ હાઇ ભાવ 56,200 પ્રતિ 10 ગ્રામથી 9800 રૂપિયા નીચે ટ્રેડ થઈ રહ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)

Gold-Silver Price, 23 September: મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર ગુરુવાર સવારે સોનામાં 300 રૂપિયા અને ચાંદીમાં 600 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો

  • Share this:
    Gold Silver Price Today: ભારતીય બજારોમાં ગુરૂવારે સોના અને ચાંદીના ભાવોમાં જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર આજે સવારે 09:50 વાગ્યે સોનું વાયદો (Gold Price Today) 0.74 ટકા એટલે કે 344 રૂપિયાના ઘટાડા સાથે 46,328 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. આ ઉપરાંત, ચાંદીમાં (Silver Price Today) પણ મોટો કડાકો જોવા મળ્યો છે અને MCX પર સિલ્વર વાયદો 1.08 ટકા એટલે કે 660 રૂપિયાના ઘટાડા સાથે 60,520 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે.

    આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો, ગુરૂવારે US Fed વ્યાજ દરોને લઈ કરેલી જાહેરાત બાદ સોનું 0.3 ટકા ઘટીને 1,762.33 ડૉલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થયું. ગોલ્ડ ફ્યૂચર પણ 0.9 ટકા ઘટીને 1,762.10 પર જોવા મળ્યું. ચાંદીમાં પણ 0.5 ટકાનો ઘટાડો જોવા મળતાં તેનો ભાવ 22.55 ડૉલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો.

    9800 રૂપિયા સસ્તું સોનું ખરીદવાની તક

    સોનું તેના ઓગસ્ટ 2020ના ઓલટાઇમ હાઇ ભાવ 56,200 પ્રતિ 10 ગ્રામથી 9800 રૂપિયા નીચે ટ્રેડ થઈ રહ્યું છે. MCX પર સોનું 46200ના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું છે તેથી સસ્તું સોનું ખરીદવાની આ સુવર્ણ તક છે.

    ગુજરાતના મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીનો ભાવ

    ગુડ રિટર્ન્સ (Good Returns) વેબસાઇટ મુજબ, ગુરૂવાર સવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત (Ahmedabad 24 Carat Gold Price) 48,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત સુરતમાં 24 કેરેટ સોનાની કિંમત (Surat 24 Carat Gold Price) 48,040 રૂપિયા અને વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત (Vadodara 24 Carat Gold Price) 48,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 60,600 રૂપિયા છે.

    આ પણ વાંચો, Earn Money: 1 લાખ રૂપિયાના રોકાણ સાથે આ બિઝનેસ શરૂ કરી મહિને કરો 8 લાખની બમ્પર કમાણી, સરકાર કરશે મદદ

    આવી રીતે ચેક કરો સોનાની શુદ્ધતા

    જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.

    આ પણ વાંચો, Petrol-Diesel Price Today: સતત 18મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર, જાણો ગુજરાતના 4 શહેરોના રેટ્સ

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

    સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Mrunal Bhojak
    First published: