Home /News /business /

3 દિવસ બાદ સસ્તું થયું સોનું-ચાંદી, જાણો નવો ભાવ

3 દિવસ બાદ સસ્તું થયું સોનું-ચાંદી, જાણો નવો ભાવ

ફાઇલ તસવીર

સોનાની કિંમતમાં સતત ત્રણ દિવસથી ચાલી રહેલી તેજી ગુરુવારે અટકી હતી. નબળા ગ્લોબલ ટ્રેન્ડના કારણે ગુરુવારે દિલ્હી બુલિયન બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ ઘટ્યો.

    નવી દિલ્હીઃ સોનાની કિંમતમાં સતત ત્રણ દિવસથી ચાલી રહેલી તેજી ગુરુવારે અટકી હતી. નબળા ગ્લોબલ ટ્રેન્ડના કારણે ગુરુવારે દિલ્હી બુલિયન બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 437 રૂપિયા ઘટ્યો. તો એક કિલો ચાંદીની કિંમતમાં 1,580 રૂપિયાનો ઘટાડો થયો.એક્સપર્ટનું કહેવું છે કે અમેરિકન રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ બાદ ઇન્ટરનેશનલ બજારમં સોનાની વેચવાલી દેખાઇ.

    શું છે સોનાનો નવો ભાવ ?

    ગુરુવારે દિલ્હી બુલિયન બજારમાં સોનાના ભાવ 497 રૂપિયા ઘટી 38,685 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગયા છે. તો બુધવારે દિલ્હી બુલિયન બજારમાં સોનાના ભાવ 95 રૂપિયા વધી 39,182 પ્રતિ 10 ગ્રામ હતા.

    અહીં ક્લિક કરી વાંચોઃ અમેરિકાના આ રાજ્યોમાં હવે મહિલાઓ ટૉપલેસ ફરી શકશે, સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી

    શું છે ચાંદીના નવા ભાવ ?

    સોનાની જેમ ચાંદીની કિંમતમાં પણ નરમી જોવા મળી, ઇન્ડસ્ટ્રી ડિમાન્ડ ઘટતા દિલ્હીમાં એક કિલોગ્રામ ચાંદીના ભાવ 48,815 રૂપિયા ઘટી 47,235 રૂપિયા થઇ ગયા છે. આ પહેલા બુધવારે ચાંદીના ભાવ 95 રૂપિયા વધુ 48,815 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગયા હતા.

    પ્રતિકાત્મક તસવીર


    કેમ ઘટ્યા સોના-ચાંદીના ભાવ ?

    HDFC સિક્યોરિટીઝના એનાલિસ્ટ દેવર્શ વકીલનું કહેવું છે કે અમેરિકન રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ બાદ ઇન્ટરનેશનલ સોનામાં વેચવાલી દેખાઇ. તો અણેરિકા અને ચીનમાં ટ્રેડ ડીલ ટૂંક સમયમાં થવાની આશાથી સેફ ડિમાન્ડની માગ ઘટી છે. તેઓએ કહ્યું કે તહેવાર શરૂ થયા પહેલા સોનાની કિંમતમાં નરમીથી માગમાં તેજી આવશે.

    દરેક શહેરમાં કેમ અલગ અલગ હોય છે સોનાની કિંમત ?

    તમે જે કિંમતે સોનું જ્વેલર્સ પાસેથી ખરીદો છો, તે સ્પોટ પ્રાઇસ એટલે કે હાજર ભાવ હોય છે. મોટાભાગના શહેરના બુલિયન એસોશિએશનના સભ્યો મળી બજાર ખલતી વખતે કિંમત નક્કી કરે છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે MCX વાયદા બજારમાં જે ભાવ આવે છે, તેમાં વેટ, લેવી તથા લાગત જોડી કિંમત નક્કી કરવામાં આવે છે, આ કિંમત આખો દિવસ ચાલે છે. આ જ કારણ છે કે અલગ અલગ શહેરમાં સોનાની કિંમત અલગ-અલગ હોય છે, આ સિવાય સ્પોટ માર્કટમાં સોનાની કિંમત શુદ્ધતાના આધારે નક્કી થાય છે. 22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમત અલગ-અલગ હોય છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Gold price, Prices down, Silver price

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन