Gold Silver Price Today: સોના અને ચાંદીના નવા ભાવ જાહેર, ફટાફટ ચેક ગોલ્ડ સસ્તું થયું કે મોંઘું?

મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર સોના અને ચાંદીના ફ્યૂચર ટ્રેડિંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. (પ્રતીકાત્મક તસવીર)

Gold Silver Price Today: મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનું આ ભાવે થઈ રહ્યું છે ટ્રેડ, 8800 રૂપિયા સસ્તું સોનું ખરીદવાની તક

  • Share this:
    Gold Silver Price, 7 September 2021: ભારતીય બજારમાં સતત બીજા દિવસે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ, ચાંદી પણ સસ્તી થઈ ગઈ છે. નબળા ગ્લોબલ સંકેતોના (Global Cues) કારણે સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવ મળી રહ્યો છે. મંગળવાર સવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર સોના અને ચાંદીના ફ્યૂચર ટ્રેડિંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું વાયદો (Gold Price Today) 0.08 ટકા એટલે કે 36 રૂપિયાના સામાન્ય ઘટાડા સાથે 47,389 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. તો બીજી તરફ, ચાંદી વાયદામાં (Silver Price Today) 0.19 ટકા એટલે કે 125 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીનો એક કિલોગ્રામનો ભાવ 65,167 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

    નબળા અમેરિકન ડૉલરના (US Dollar) સમર્થનથી વૈશ્વિક બજારોમાં સોનાની કિંમતોમાં તેજી આવી છે. ગ્લોબલ માર્કેટમાં હાજર સોનું 0.2 ટકા વધીને 1,826.75 ડૉલર પ્રતિ ઔંસ થઈ ગયું. અન્ય કિંમતી ધાતુઓમાં ચાંદી 0.4 ટકા વધીને 24.76 ડૉલર પ્રતિ ઔંસ થઈ ગઈ, જ્યારે પ્લેટિનમ વધીને 1,020.26 ડૉલર થઈ ગયું.

    24 કેરેટ ગોલ્ડનો ભાવ

    ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, દેશના તમામ શહેરોમાં 24 Carat Goldની કિંમત અલગ-અલગ છે. 7 સપ્ટેમ્બરે દેશની રાજધાની દિલ્હીમાં 10 ગ્રામ સોનાની કિંમત 50,910 રૂપિયા, મુંબઈમાં 47,530 રૂપિયા, ચેન્નઈમાં 48,850 રૂપિયા અને કોલકાતામાં 49,650 રૂપિયા છે.

    ગુજરાતના શહેરોમાં ગોલ્ડ અને સિલ્વરની કિંમત

    મંગળવાર સવારે Good Returns વેબસાઇટ મુજબ, અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત (Ahmedabad 24 Carat Gold Price) 47,780 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત સુરતમાં 24 કેરેટ સોનાની કિંમત (Surat 24 Carat Gold Price) 47,780 રૂપિયા અને વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત (Vadodara 24 Carat Gold Price) 47,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 65,400 રૂપિયા છે.

    આ પણ વાંચો, Business Idea: SBI આપી રહી છે દર મહિને 60 હજાર રૂપિયા કમાવાની તક, જમા કરાવો માત્ર આ ડોક્યુમેન્ટ્સ

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

    સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    આ પણ વાંચો, Earn Money: આ સ્કીમમાં રોજ જમા કરો માત્ર 70 રૂપિયા, આટલા વર્ષોમાં બની જશો લાખોના મલિક, જાણો કેવી રીતે

    આવી રીતે ચેક કરો સોનાની શુદ્ધતા

    જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published: