Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં ફરી કડાકો, 9200 રૂપિયા સસ્તું મળી રહ્યું છે ગોલ્ડ

સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. (પ્રતીકાત્મક તસવીર)

Gold-Silver Latest Price: મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનું અને ચાંદી ફરી સસ્તા થયા, ફટાફટ ચેક કરો 10 ગ્રામ સોનાનો ભાવ

  • Share this:
    Gold Silver Price, 9 September 2021: સોના અને ચાંદીના વાયદા બજારમાં ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર ગુરૂવાર સવારે સોનાના ઓક્ટોબર વાયદામાં 0.21 ટકા એટલે કે 98 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. MCX પર સોનું 46,940 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. આ ઉપરાંત ચાંદી વાયદામાં 0.44 ટકાના ઘટાડો જોવા મળ્યો છે. આમ, સિલ્વર 284 રૂપિયાની નબળાઈ સાથે 63,899 રૂપિયા ઘટીને ટ્રેડ થઈ રહી છે.

    વૈશ્વિક સ્તર પર, ગુરૂવારે સોનાની કિંમતો લગભગ બે સપ્તાહના નીચલા સ્તર પર પહોંચી ગઈ છે, કારણ કે ડૉલરમાં મજબૂતી અને અમેરિકન ટ્રેઝરીના ઉચ્ચ યીલ્ડે વૈશ્વિક આર્થિક વિકાસ અંગે ઘેરી ચિંતાઓથી બુલિયન માર્કેટમાં ચિંતા વધી છે. ગત સત્રમાં 26 ઓગસ્ટ બાદથી પોતાના નિમ્નતમ સ્તરે સ્પર્શ્યા બાદ, હાજર સોનું 0054 GMTથી 1,789.39 ડૉલર પ્રતિ ઔંસ પર બંધ થયું હતું. અમેરિકન સોનું વાયદો 0.1 ટકાના ઘટાડા સાથે 1,790.80 ડૉલર પર બંધ થયું.

    9200 રૂપિયા સસ્તું સોનું ખરીદવાની તક

    હાલ સોનામાં જોવા મળતી મંદીના કારણે તેના ઓલટાઇમ હાઇ ભાવથી 9200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું મળી રહ્યું છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર ગુરૂવાર સવારે સોનું વાયદો 46900 રૂપિયાના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું હતું. જેના કારણે ઓગસ્ટ 2020ના ઓલટાઇમ હાઇ ભાવ 56,200 રૂપિયા કરતાં 9200 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    દેશના ચાર મુખ્ય શહેરોમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ

    ગુડ રિટર્ન્સ વેબસાઇટ મુજબ, 9 સપ્ટેમ્બરે દેશની રાજધાની દિલ્હીમાં (Delhi Gold Price) 10 ગ્રામ સોનાની કિંમત 50,440 રૂપિયા, મુંબઈમાં (Mumbai Gold Price) 47,110 રૂપિયા, ચેન્નઈમાં (Chennai Gold Price) 48,560 રૂપિયા અને કોલકાતામાં (Kolkata Gold Price) 49,340 રૂપિયા છે.

    ગુજરાતના શહેરોમાં સોના અને ચાંદીનો ભાવ

    Good Returns વેબસાઇટ મુજબ, ગુરૂવાર સવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત (Ahmedabad 24 Carat Gold Price) 47,070 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત સુરતમાં 24 કેરેટ સોનાની કિંમત (Surat 24 Carat Gold Price) 47,070 રૂપિયા અને વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત (Vadodara 24 Carat Gold Price) 47,270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 63,900 રૂપિયા છે.

    આ પણ વાંચો, Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, ફટાફટ ચેક કરો આપના શહેરમાં શું છે લેટેસ્ટ રેટ્સ

    આવી રીતે ચેક કરો સોનાની શુદ્ધતા

    જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.

    આ પણ વાંચો, PNB આપી રહી છે આપની દીકરીને લખપતિ બનાવવાની તક, માત્ર 250 રૂપિયામાં ખોલાવો ખાતું

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

    સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Mrunal Bhojak
    First published: