Gold-Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો ભાવ

પ્રતીકાત્મક તસવીર

Gold-Silver Price, 27 September 2021: તહેવારોની સીઝનને કારણે ગોલ્ડ-સિલ્વરમાં આવી તેજી, સોનું હજુ 10 હજાર રૂપિયા સસ્તું

  • Share this:
    Gold Silver Price, 27 September 2021: સપ્તાહના પહેલા દિવસ સોમવારે સોના અને ચાંદીમાં હકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર સોના અને ચાંદીના ફ્યૂચર ટ્રેડ ઉછાળા સાથે જોવા મળી રહ્યા છે. MCX પર સવારે 10:15 વાગ્યે સોનું વાયદો (Gold Price Today) 0.29 ટકા એટલે કે 132 રૂપિયાના ઉછાળા સાથે 46,127 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. ચાંદીમાં (Silver Price Today) પણ 0.93 ટકાનો ઉછાળો જોવા મળ્યો અને 558 રૂપિયાના વધારા સાથે સિલ્વર ફ્યૂચર 60,513 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું.

    હજુ પણ 10,000 રૂપિયા સસ્તું સોનું ખરીદવાની તક

    ઓગસ્ટ 2020માં સોનું તેના ઓલટાઇમ હાઇ 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું હતું. તેની સામે આજે સોનું MCX પર 46,200ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. તેથી હજુ પણ સોનું તેના ઓલટાઇમ હાઇથી હજુ પણ 10 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું મળી રહ્યું છે. સોનામાં રોકાણ કરનારા અને ઘરેણાંની ખરીદી કરવા માંગતા લોકો બુલિયન માર્કેટ પર સતત નજર રાખી રહ્યા છે.

    ગુજરાતના મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીનો ભાવ

    Good Returns વેબસાઇટ મુજબ, સોમવાર સવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત (Ahmedabad 24 Carat Gold Price) 47,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.  આ ઉપરાંત સુરતમાં 24 કેરેટ સોનાની કિંમત (Surat 24 Carat Gold Price) 47,710 રૂપિયા અને વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત (Vadodara 24 Carat Gold Price) 47,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 60,500 રૂપિયા છે.

    આ પણ વાંચો, પાંચજન્ય ફરી ચર્ચામાં, હવે Amazonને ‘ઇસ્ટ ઈન્ડિયા કંપની 2.0’ ગણાવ્યું, ઇન્ફોસિસ સામે પર સાધ્યું હતું નિશાન

    આવી રીતે ચેક કરો સોનાની શુદ્ધતા

    જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.

    આ પણ વાંચો, Petrol Diesel Price Today: સતત બીજા દિવસે મોંઘું થયું ડીઝલ, જાણો આપના શહેરના લેટેસ્ટ રેટ્સ


    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

    સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Mrunal Bhojak
    First published: