Gold Silver Price Today: મલ્ટી કમોડિટી એક્સચેન્જ સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો રેટ

(પ્રતીકાત્મક તસવીર)

Gold Price Today: સોનું તેના ઓલટાઇમ હાઇથી 9600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું મળી રહ્યું છે, જાણો આપના શહેરના ભાવ

  • Share this:
    Gold-Silver Rates, 06 October 2021: નવરાત્રિ શરૂ થવાના એક દિવસ પહેલા બુધવાર સવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર સોના અને ચાંદીના ભાવોમાં ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે. MCX પર સવારે 10:28 વાગ્યે સોનું વાયદો (Gold Price Today) 0.32 ટકા એટલે કે 149 રૂપિયાના ઘટાડા સાથે 46,608 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. આ ઉપરાંત ચાંદી વાયદામાં (Silver Price Today) પણ 0.61 ટકા ઘટાડો જોવા મળ્યો. MCX પર સિલ્વર 372 રૂપિયાના ઘટાડા સાથે 60,614 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી.

    સોનું તેના રેકોર્ડહાઈથી 9600 રૂપિયા સસ્તું

    ઓગસ્ટ 2020માં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,200 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો હતો. આજે સોનું વાયદો 46,608 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે, એટલે કે હજુ પણ લગભગ 9,600 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    કોમોડિટી માર્કેટના જાણકારો મુજબ, હાલમાં સોનાની કિંમત પર દબાણ ચાલુ રહેશે. જોકે, કાચા તેલના ભાવમાં તેજીના કારણે દુનિયામાં મોંઘવારી દરમાં વધારો થશે. એવામાં ફરીથી સોનાની ડિમાન્ડમાં તેજી આવશે અને કિંમતમાં ઉછાળો શક્ય છે. એવામાં ઓક્ટોબરના ત્રીજા સપ્તાહથી સોનાની કિંમતમાં તેજીનો ટ્રેડ ફરીથી શરૂ થઈ શકે છે. ફેસ્ટિવ સીઝન નજીક આવવાના કારણે પણ ડિમાન્ડમાં તેજી આવશે અને કિંમતમાં વધારાની શક્યતા જોવા મળી રહી છે.

    આ પણ વાંચો, અન્નદાતાઓ માટે ખુશખબર! આ દિવસે આવશે 10મા હપ્તાની રકમ, આ ખેડૂતોને મળશે 4000 રૂપિયા


    Gold Price: મિસ્ડ કોલ કરીને જાણો

    સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.

    આ પણ વાંચો, મોંઘવારીનો માર! LPG Cylinder થયો ફરી મોંઘો, જાણો આપના શહેરના નવા ભાવ

    સોનાની શુદ્ધતા આવી રીતે ચેક કરો 

    જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published: