Home /News /business /

Gold Price Today: સતત ઘટાડા બાદ આજે સોનાની કિંમતમાં આવ્યો ઉછાળો, ખરીદી પહેલા જાણો આજનો ભાવ

Gold Price Today: સતત ઘટાડા બાદ આજે સોનાની કિંમતમાં આવ્યો ઉછાળો, ખરીદી પહેલા જાણો આજનો ભાવ

સોનાની કિંમત

Gold and Silver rate today 30 March, 2022: ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,023 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 5,177 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

વધુ જુઓ ...
    મુંબઇ. સતત ઘટાડા બાદ આજે સોનાની કિંમતમાં ઉછાળો (Gold price hike) આવ્યો છે. સાથે સાથે ચાંદીની કિંમત (Silver price today)માં પણ ઉછાળો આવ્યો છે. આજે સવારે 10:00 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (Multi commodity exchange) પર સોનું 0.41 ટકા અને ચાંદી 0.45 ટકા વધીને ટ્રેડ કરી રહ્યા હતા. વધારા બાદ આજે એપ્રિલ વાયદાનું સોનું 51,000 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે ચાંદી 67,000 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહ્યું છે. બીજી તરફ સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી 5,177 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    સોના-ચાંદીની કિંમત (Gold Silver price today)


    આજે સવારે એમસીએક્સ (MCX) પર સોનું 0.41 ટકા એટલે કે 210 રૂપિયા વધીને 51,023 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું. બીજી તરફ ચાંદીમાં 0.45 ટકાનો ઉછાળો જવા મળ્યો છે. મે વાયદાનું સોનું આજે સવારે એમસીએક્સ પર 303 રૂપિયા વધીને 67,250 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ થઈ રહી હતી.

    સોના-ચાંદીની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,023 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 5,177 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹47,920₹52,280
    મુંબઈ₹47,650₹51,980
    દિલ્હી₹47,650₹51,980
    કોલકાતા₹47,650₹51,980
    બેંગલુરુ₹47,650₹51,980
    હૈદરાબાદ₹47,650₹51,980
    કેરળ₹47,650₹51,980
    પુણે₹47,700₹52,030
    વડોદરા₹47,700₹52,030
    અમદાવાદ₹47,680₹52,060
    જયપુર₹47,800₹52,130
    લખનઉ₹47,800₹52,130
    કોઈમ્બતુર₹47,920₹52,280
    મદુરાઈ₹47,920₹52,280
    વિજયવાડા₹47,650₹51,980
    પટના₹47,700₹52,030
    નાગપુર₹47,700₹52,030
    ચંદીગઢ₹47,800₹52,130
    સુરત₹47,680₹52,060
    ભુવનેશ્વર₹47,650₹51,980
    મેંગલોર₹47,650₹51,980
    વિશાખાપટ્ટનમ₹47,650₹51,980
    નાશિક₹47,700₹52,030
    મૈસુર₹47,650₹51,980

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: SIPથી દર મહિને MFમાં રૂ. 5,000નું રોકાણ કરીએ તો 15 વર્ષે કેટલી રકમ મળે?

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: આ ટેક્સટાઇલ કંપનીએ શેર બાયબેકની કરી જાહેરાત

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    આગામી સમાચાર