Gold price today: બે અઠવાડિયાની ઊંચાઈ પર પહોંચ્યું સોનું, દિવાળી સુધી ભાવ ક્યાં સુધી પહોંચશે?

સોનાની કિંમતમાં સતત વધારો

Gold price today: સોનાની કિંમત (Gold price) બે અઠવાડિયાની ઊંચાઈએ પહોંચી છે. સતત ત્રીજા દિવસે સોનાની કિંમતમાં તેજી જોવા મળી છે.

  • Share this:
    મુંબઈ: ક્રૂડની કિંમતમાં સતત તેજી જોવા મળી રહી છે. સાથે જ મેટલ પણ ચમકી રહ્યું છે. સોના-ચાંદીની કિંમત (Gold silver price today)માં પણ તેજી જોવા મળી રહી છે. સોનાની કિંમત બે અઠવાડિયાની ઊંચાઈ પર પહોંચી છે. સતત ત્રીજા દિવસે સોનાની કિંમતમાં તેજી જોવા મળી રહી છે. COMEX પર સોનાની કિંમત 1800 ડૉલર સુધી પહોંચી ગઈ છે. તો MCX પર સોનું 47,600 રૂપિયા નજીક પહોંચી ગયું છે. જેના પગલે તહેવાર પર સોનાની ખરીદી મોંઘી પડી શકે છે. ગુરુવારે સતત ત્રીજા દિવસે સોના-ચાંદીની કિંતમાં તેજી જોવા મળી છે. MCX પર 10 ગ્રામ સોનાની કિંમત (Gold price today) 44 રૂપિયા પર પહોંચી છે. ભાવમાં 0.09 ટકા વધારા બાદ આજે સોનાની કિંમત 47,543 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી છે. જ્યારે ચાંદી (silver price today)ની કિંમત પણ થોડી વધી છે. ચાંદીમાં આજે 174 રૂપિયાનો એટલે કે 0.27 ટકા વધારો નોંધાયો છે. આ સાથે 1 કિલોગ્રામ ચાંદીની કિંમત વધીને 65,781 રૂપિયા થઈ છે.

    સોનામાં તેજીનું કારણ શું?

    ડૉલર નબળો પડતા સોનાની ચમક વધી છે. આ ઉપરાંત તહેવારો દરમિયાન (Festival season) હાજર સોનાની માંગમાં વધારો (Physical gold demand) થતાં કિંમત વધી છે. સ્પૉટ માર્કેટમાં પણ તેજી જોવા મળી છે. ગ્લોબલ ટ્રેન્ડનો પણ સોનાની કિંમતને સથવારો મળ્યો છે. USમાં ટ્રેઝરી યીલ્ડ વધતા કિંમતને સપોર્ટ મળ્યો છે. FEDના નિવેદન બાદ સોનાની કિંમત વધી છે. અનેક દેશોની સેન્ટ્રલ બેંકો સોનાની ખરીદી કરી રહી છે. ક્રૂડના ભાવમાં વધારાથી પણ સોનાની કિંતમને સપોર્ટ મળ્યો છે. ગલ્ફ દેશોમાં પણ સોનાની માંગ વધવાની આશા છે. ભારતમાં કોરોના બાદ સોનાની આયાત વધી છે.

    નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે દિવાળીથી લઈને ડિસેમ્બર સુધી સોનાનો ભાવ 57 હજાર રૂપિયાથી લઈને 60 હજાર રૂપિયા સુધી જઈ શકે છે. ચાંદીના ભાવમાં પણ મોટો વધારો જોવા મળી શકે છે. મોટાભાગના ટ્રેડર્સનું માનવું છે કે દિવાળી અથવા ડિસેમ્બર સુધી ચાંદીની કિંમત 76,000 રૂપિયાથી 82,000 પ્રતિ કિલોગ્રામ જઈ શકે છે.

    આ પણ વાંચો: બિઝનેસ આઇડિયા: એક પણ રૂપિયાનું રોકાણ નહીં અને મહિને થશે મોટી કમાણી

    બેઝ મેટલની કિંમત પણ વધી

    સોના ઉપરાંત એલ્યુમિનિયમ પણ ઑલ ટાઉન હાઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં એલ્યુમિનિયમ 3,228.75 ડૉલર સુધી પહોંચી ગયું છે. કૉપરની કિંમતમાં પણ તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કોપર પાંચ મહિનાની ઊંચાઈ પર પહોચ્યું છે. એલ્યુમિનિયમમાં ભાવ વધારાનું કારણ ચીનમાં ઘટી રહેલું ઉત્પાદન છે. જૂન 2020થી ચીનમાં ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે. જ્યારે ચીલી, પેરુમાં પુરવઠો બાધિત થતાં કોપરની કિંમત વધી રહી છે.

    સોનાની શુદ્ધતાના માપદંડ

    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાએ ફરી એક વખત ટાટા ગ્રુપની આ કંપનીમાં વધાર્યું રોકાણ

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published: