Home /News /business /

Gold Price Today: સપ્તાહના પ્રથમ દિવસે જ સોનાના ભાવમાં ઘટાડો, ખરીદી પહેલા જાણો આજનો ભાવ

Gold Price Today: સપ્તાહના પ્રથમ દિવસે જ સોનાના ભાવમાં ઘટાડો, ખરીદી પહેલા જાણો આજનો ભાવ

સોનાની કિંમત

Gold and Silver rate today 04 April, 2022: ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,445 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4,755 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી. Gold Silver Price Today, 4 April 2022: સપ્તાહના પ્રથમ દિવસે જ સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. આ સાથે જ સોનાનો ભાવ 52 હજા રૂપિયા નીચે રહ્યો છે. જ્યારે ચાંદીની કિંમત 66 હજાર રૂપિયાથી વધારે રહી છે. આજે સવારે 9:50 વાગ્યે એમસીએક્સ પર સોનું 0.31 ટકાના ઘટાડા અને ચાંદી 0.27 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું હતું. રશિયા-યુક્રેન યુદ્ધના પગલે છેલ્લા થોડા દિવસોથી કોમોડિટીના ભાવોમાં ખૂબ વધારો થયો છે. આ દરમિયાન સોનાની કિંમતમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. બીજી તરફ આજે ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી છે. સવારે 10 વાગ્યે સેન્સેક્સમાં 1190 પોઇન્ટથી વધુનો ઉછાળો જોવામાં આવ્યો હતો.

    સોના-ચાંદીની કિંમત (Gold Silver Price Today)


    આજે સવારે 10: 50 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર જૂન વાયદાનું સોનું 0.31 ટકા એટલે કે 161 રૂપિયા ઘડીને 51,445 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું. મે વાયદાનું ચાંદી આજે 0.27 ટકા એટલે કે 183 રૂપિયા ઘટીને 66,550 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,445 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4,755 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    આ પણ વાંચો: આજે (4 એપ્રિલ) આ 20 શેરમાં થાઓ માલામાલ, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹48,030₹52,400
    મુંબઈ₹47,800₹52,140
    દિલ્હી₹47,800₹52,140
    કોલકાતા₹47,800₹52,140
    બેંગલુરુ₹47,800₹52,140
    હૈદરાબાદ₹47,800₹52,140
    કેરળ₹47,800₹52,140
    પુણે₹47,850₹52,190
    વડોદરા₹47,850₹52,190
    અમદાવાદ₹47,880₹52,220
    જયપુર₹47,950₹52,290
    લખનઉ₹47,950₹52,290
    કોઈમ્બતુર₹48,030₹52,400
    મદુરાઈ₹48,030₹52,400
    વિજયવાડા₹47,800₹52,140
    પટના₹47,850₹52,190
    નાગપુર₹47,850₹52,190
    ચંદીગઢ₹47,950₹52,290
    સુરત₹47,880₹52,220
    ભુવનેશ્વર₹47,800₹52,140
    મેંગલોર₹47,800₹52,140
    વિશાખાપટ્ટનમ₹47,800₹52,140
    નાશિક₹47,850₹52,190
    મૈસુર₹47,800₹52,140

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: અદાણી જૂથની કંપનીઓના શેરમાં શા માટે આવી તેજી?

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    આગામી સમાચાર