Gold-Silver Rates, 05 October 2021: સોના અને ચાંદીના ભાવમાં (Gold Silver Price Today) જોરદાર ઘટાડાનું વલણ ચાલુ છે. એવામાં જો ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સારી તક છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર આજે સોનાના ભાવમાં (Gold Price Today) 0.19 ટકાનો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, ચાંદી (Silver Price Today) 0.45 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહી છે.
જાણો સોના અને ચાંદીનો લેટેસ્ટ ભાવ (Gold Silver Price)
MCX પર ગોલ્ડ આજે 0.19 ટકાના ઘટાડાની સાથે 46,797 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે. બીજી તરફ, આજના કારોબારમાં ચાંદી 0.45 ટકા ગબડી છે. આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 60,680 રૂપિયા છે.
રેકોર્ડહાઈથી 9400 રૂપિયા સોનું થયું સસ્તું
ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,200 રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો હતો. આજે સોનું વાયદો 46,797 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે, એટલે કે હજુ પણ લગભગ 9,400 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.
ગુજરાતના મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીનો ભાવ (Gold & Silver Rates in Gujarat)
ગુડ રિટર્ન્સ (Good Returns) વેબસાઇટ મુજબ, મંગળવાર સવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત (Ahmedabad Gold Price) 47,520 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત સુરતમાં 24 કેરેટ સોનાની કિંમત (Surat Gold Price) 47,520 રૂપિયા અને વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત (Vadodara Gold Price) 47,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 60,600 રૂપિયા છે.
મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ
સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
શું ફેસ્ટિવ સીઝન પહેલા વધુ સસ્તું થશે સોનું કે અત્યારે જ ખરીદી કરવી યોગ્ય?
કોમોડિટી માર્કેટના જાણકારોનું કહેવું છે કે ડૉલર અને બોન્ડ પર મળનારા વ્યાજમાં તેજીના કારે સોનાની કિંમત પર દબાણ ઊભું થયું છે. હાલમાં એવું લાગે છે કે સોનાની કિંમત પર દબાણ ચાલુ રહેશે. જોકે, કાચા તેલના ભાવમાં તેજીના કારણે દુનિયામાં મોંઘવારી દરમાં વધારો થશે. એવામાં ફરીથી સોનાની ડિમાન્ડમાં તેજી આવશે અને કિંમતમાં ઉછાળો શક્ય છે. એવામાં ઓક્ટોબરના ત્રીજા સપ્તાહથી સોનાની કિંમતમાં તેજીનો ટ્રેડ ફરીથી શરૂ થઈ શકે છે. ફેસ્ટિવ સીઝન નજીક આવવાના કારણે પણ ડિમાન્ડમાં તેજી આવશે અને કિંમતમાં વધારાની શક્યતા જોવા મળી રહી છે.
જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર