Home /News /business /

Gold Price Today: સોના-ચાંદીની કિંમત ઘટી, ચાંદીમાં આવ્યો મોટો ઘટાડો, ખરીદી પહેલા જાણો આજનો ભાવ

Gold Price Today: સોના-ચાંદીની કિંમત ઘટી, ચાંદીમાં આવ્યો મોટો ઘટાડો, ખરીદી પહેલા જાણો આજનો ભાવ

સોનાની કિંમત

Gold and Silver rate today 31 March, 2022: ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,525 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4,675 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીના ભાવ (Gold Silver Rate)માં છેલ્લા થોડા દિવસોથી ઉતાર-ચઢાવ ચાલુ છે. આજે સોના અને ચાંદીની કિંતમમાં ઘટાડો આવ્યો છે. સોના (Gold Rate today)માં 0.48 ટકા તો ચાંદીમાં 1.07 ટકાનો ઘટાડો (Silver Rate Today) આવ્યો છે. સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું અને ચાંદી ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. આજે જો તમે સોનું ખરીદવા માંગો છો તો તમારા માટે સારો મોકો છે. કારણ કે આજે સોનું હાલ તેની રેકોર્ડ કિંમતથી 4,675 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    સોના-ચાંદીની કિંમત (Gold Silver Rate)


    આજે સવારે 9:50 વાગ્યે એમસીએક્સ પર જૂન વાયદાનું સોનું 0.48 ટકા એટલે કે 251 રૂપિયાના ઘટાડા સાથે 51,525 રૂપિયાના પ્રતિ 10 ગ્રામના સ્તર પર ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ ચાંદીની વાત કરીએ તો તેમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદી આજે 1.07 ટકા એટલે કે 724 રૂપિયા ઘટીને 66,682 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ થઈ રહી હતી.

    સોના-ચાંદીની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,525 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 4,675 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹47,910₹52,270
    મુંબઈ₹47,640₹51,970
    દિલ્હી₹47,640₹51,970
    કોલકાતા₹47,640₹51,970
    બેંગલુરુ₹47,640₹51,970
    હૈદરાબાદ₹47,640₹51,970
    કેરળ₹47,640₹51,970
    પુણે₹47,690₹52,020
    વડોદરા₹47,690₹52,020
    અમદાવાદ₹47,670₹52,050
    જયપુર₹47,790₹52,120
    લખનઉ₹47,790₹52,120
    કોઈમ્બતુર₹47,910₹52,270
    મદુરાઈ₹47,910₹52,270
    વિજયવાડા₹47,640₹51,970
    પટના₹47,690₹52,020
    નાગપુર₹47,690₹52,020
    ચંદીગઢ₹47,790₹52,120
    સુરત₹47,670₹52,050
    ભુવનેશ્વર₹47,640₹51,970
    મેંગલોર₹47,640₹51,970
    વિશાખાપટ્ટનમ₹47,640₹51,970
    નાશિક₹47,690₹52,020
    મૈસુર₹47,640₹51,970

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: આજે (31 માર્ચ) આ 20 શેરમાં ટ્રેડ લઈને કરો મોટી કમાણી

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: શેર માર્કેટમાં આજે પણ તેજી, જાણો નિફ્ટીમાં કમાણીની રણનીતિ

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    આગામી સમાચાર