Gold Silver Price Today: સોના અને ચાંદી સસ્તા થયા કે મોંઘા? ફટાફટ ચેક કરો 10 ગ્રામ ગોલ્ડનો ભાવ

સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. (પ્રતીકાત્મક તસવીર)

Gold Silver Latest Rates: સોનું ઓલટાઇમ હાઇથી 8900 રૂપિયા સસ્તું, હવે 10 ગ્રામ ગોલ્ડ માટે ચૂકવવા પડશે માત્ર આટલા રૂપિયા

  • Share this:
    Gold Silver Latest Price, 15 September 2021: બુધવાર સવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange) પર બુધવાર સવારે 10:10 વાગ્યે સોનું (Gold Price Today) વાયદો 0.03 ટકા એટલે કે 13 રૂપિયાના સામાન્ય ઘટાડા સાથે 47,247 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. આ ઉપરાંત ચાંદી વાયદામાં પણ 0.23 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો હતો. MCX પર સિલ્વર (Silver Price Today) 146 રૂપિયાના ઘટાડા સાથે 63,439 રૂપિયા પર ટ્રેડ થઈ રહી હતી.

    સોનું રેકોર્ડ હાઇથી 8900 રૂપિયા સસ્તું

    MCX પર બુધવારે સોનું 47300ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં ગોલ્ડ તેના ઓલટાઇમ હાઇ 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. તો તેની સરખામણીએ સોનું હાલમાં 8900 રૂપિયાના નીચા ભાવે ટ્રેડ થઈ રહ્યું છે. સોનામાં રોકાણ કરનારા અને ઘરેણા ખરીદવાનું પ્લાનિંગ કરી રહેલો લોકો બજારમાં સોનાના નીચા ભાવ પર સતત નજર રાખી રહ્યા છે.

    સોનું કેમ સસ્તું થયું?

    HDFC સિક્યુરિટીઝના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટી) તપન પટેલનું કહેવું છે કે, રૂપિયામાં આવેલી મજબૂતીની અસર સોનાના ભાવ પર પડી છે. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમતો ખૂબ જ ઝડપથી ઘટી રહી છે.

    ગુજરાતના મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીનો ભાવ

    Good Returns વેબસાઇટ મુજબ, બુધવાર સવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત (Ahmedabad 24 Carat Gold Price) 48,290 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત સુરતમાં 24 કેરેટ સોનાની કિંમત (Surat 24 Carat Gold Price) 48,290 રૂપિયા અને વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત (Vadodara 24 Carat Gold Price) 47,120 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 63,500 રૂપિયા છે.

    આ પણ વાંચો, માત્ર 50 હજારમાં શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે 1 લાખની કમાણી, સરકાર આપશે 35% સબ્સિડી

    આવી રીતે ચેક કરો સોનાની શુદ્ધતા

    જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.

    આ પણ વાંચો, SBI આપી રહી છે દર મહિને 60 હજાર રૂપિયા કમાવાની તક, જમા કરાવો માત્ર આ ડોક્યુમેન્ટ્સ

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

    સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Mrunal Bhojak
    First published: