નવી દિલ્હી: ગત અઠવાડિયે ઘટાડા બાદ સોનાની કિંમત (Gold price) હવે સ્થિત થતી લાગી રહી છે. સોના માટે લૉંગ ટર્મ આઉટલુક (Gold long term outlook) હકારાત્મક છે. જોકે, તેજી માટે હાલ કોઈ મોટું ટ્રિગર નથી નજરે પડી રહ્યું. ચાંદીની વાત કરવામાં આવે તો અહીં પણ નીચલા સ્તરથી ખરીદી પરત ફરી રહી હોય તેવું લાગી રહ્યું છે. બજારમાં માંગ વધવાની આશા સાથે લાંબા ગાળે ચાંદીનું આઉટલુક પણ હકારાત્મક છે. આ બધાની વચ્ચે કાચા તેલ (Crude oil)માં જોરદાર ઉછાળો શરૂ થયો છે. વૈશ્વિક ઇન્વેસ્ટ્રી ઘટતા અને સારી એવી માંગ (Demand) હોવાને કારણે ક્રૂડ 75 ડૉલર પ્રતિ બેરલથી આગળ નીકળી ગયું છે. આગામી દિવસોમાં ભાવ હજુ વધે તેવું લાગી રહ્યું છે.
સોનું (Gold Business)
અનેક દિવસોની સુસ્તી પછી સોનામાં ખરીદી પરત ફરી છે. એક મહિનામાં કૉમેક્સ પર ભાવ આશરે 6.5 ટકા પડી ગયો છે. જ્યારે ડૉલરમાં ઘટાડાથી કિંમતને સપોર્ટ મળ્યો છે. US લેબર માર્કેટમાં સુસ્તીના સંકેત નજરે પડી રહ્યા છે. US ફેડ તરફથી ભાવ તાત્કાલિક ન વધાવાની વાત કરતા જેના કારણે સોનામાં લાંબા ગાળે વલણ સકારાત્મક લાગી રહ્યા છે.
સોનાની જેમ ચાંદીમાં પણ નીચલા સ્તરથી ખરીદી જોવા મળી રહી છે. કૉમેક્સ પર એક મહિનામાં ચાંદીની કિંમતમાં આશરે છ ટકાનો ઘટાડો થયો છે. ડૉલરમાં નબળાઈને પગલે ચાંદીની કિંમતને સપોર્ટ મળી રહ્યો છે. અર્થતંત્રમાં રિકવરીને સાથે સાથે ઇન્ડસ્ટ્રી માંગ વધશે જેના પગલે લાંબા ગાળા ચાંદીનું વલણ પણ હકારાત્મક રહેશે.
જો સોનામાં રોકાણની વાત કરવામાં આવે તો ગત વર્ષે સોનાએ 28 ટકાનું વળતર આપ્યું હતું. તેના આગામી વર્ષમાં પણ સોનામાં આશરે 25 ટકા રિટર્ન રહ્યું હતું. જો તમે લૉંગ ટર્મ એટલે કે લાંબા સમય માટે રોકાણ કરો છો તો સોનું હજુ પણ રોકાણ માટે સુરક્ષિત વિકલ્પ છે, જેમાં સારું એવું વળતર મળે છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે આગામી દિવસોમાં પણ સોનાની કિંમતમાં તેજી આવશે, આથી રોકાણ કરવા માટે તમારા માટે સારો મોકો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર