નવી દિલ્હી: લગ્નની સિઝન (Marriage season) શરૂ થતા જ સોના (Gold) અને ચાંદી (Silver)ની કિંમતમાં દરરોજ વધારો ઘટાડો થઈ રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર શનિવારે રજા રહેતી હોવાથી સોનાનો વેપાર નથી થતો. જ્યારે કાલે એટલે કે શુક્રવારે સોનાનો ભાવ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જૂન વાયદાના સોનાનો ભાવ 212.00 રૂપિયા ઘટીને 47,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યો હતો. જ્યારે ચાંદીનો મેનો વાયદા ભાવ 508 રૂપિયાના ઘટાડા સાથે 68,710 રૂપિયા પ્રતિ કિલો પર બંધ રહ્યો હતો.
બિઝનેસ વેબસાઇટ ગુડ રિટર્ન્સ પ્રમાણે ભારતના ચાર મોટા શહેરમાં સોના અને ચાંદીના ભાવ:
જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.
તમને જણાવી દઈએ કે લોકોએ કોરોના કાળમાં સોનાની ખૂબ ખરીદી કરી છે. ગત વર્ષે 2020-21માં સોનાની આયાત 22.58 ટકાથી વધીને 34.6 અબજ ડૉલર એટલે કે 2.54 લાખ કરોડ રૂપિયા થઈ હતી. આંકડા પ્રમાણે ગત વર્ષે ચાંદીની આવક 71 ટકા ઘટીને 79.1 કરોડ ડૉલર રહી હતી.
શેર બજાર ટોંચ પર પહોંચે છે ત્યારે તેમાં નફાની સાથે સાથે જોખમ પણ વધે છે. એવી સ્થિતિમાં રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે સોનાની પસંદગી કરે છે. જેનાથી સોનાની કિંમતને સપોર્ટ મળે છે અને ભાવ વધવા લાગે છે. નિષ્ણાતોનું માનવું છે કે આવું શરૂ થશે જેનાથી 2021માં પણ ગત વર્ષની જેમ સોનાની કિંમત વધવી નક્કી છે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 2021માં સોનાની કિંમત 63,000 રૂપિયાનો નવો રેકોર્ડ કરશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર