Gold Silver Price Today: સોનાની કિંમત 46 હજાર રૂપિયાની નીચે, ફટાફટ ચેક કરો આજના લેટેસ્ટ રેટ્સ

સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકાય છે. (પ્રતીકાત્મક તસવીર)

Gold-Silver Rates, 29 September: સોનું ઓલટાઇમ હાઈથી કેટલું સસ્તું મળી રહ્યું છે? જાણો 10 ગ્રામ ગોલ્ડનો રેટ

  • Share this:
    Gold-Silver Rates, 29 September 2021: બુધવાર સવારે 10:28 વાગ્યે મલ્ટી કમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange- MCX) પર સોનું (Gold Price Today) સામાન્ય વધારા સાથે 45,862 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઇ રહ્યું હતું. જ્યારે ચાંદીમાં (Silver Price Today) ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું હતું. MCX પર સિલ્વર વાયદો 0.22 ટકા એટલે કે 134 રૂપિયાના ઘટાડા સાથે 60,330 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી.

    નોંધનીય છે કે, વર્ષ 2020માં સમાન અવધિમાં MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,200 રૂપિયાના ઉચ્ચતમ સ્તર (Gold All Time High) પર પહોંચી ગયું હતું. બુધવારે સોનું વાયદો MCX પર 45,862 પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે એટલે કે હજુ પણ ગોલ્ડ લગભગ 10,200 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    વર્ષના અંતમાં નવા સોનું નવા રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે

    વિશેષજ્ઞો મુજબ, વર્ષના અંતિમ મહિનાઓમાં સોનું રેકોર્ડ પર પહોંચી શકે છે. વર્ષના અંત સુધી ગોલ્ડની કિંમત 1950થી 2000 ડૉલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે. અમેરિકાના ઇકોનોમિક ડેટા અને મોંઘવારી સાથે જોડાયેલી ચિંતા સોના માટે ઉત્પ્રેરકનું કામ કરી શકે છે. આ ઉપરાંત તહેવારો, લગ્નની સીઝન પણ સોનાની કિંમતને પુશ કરી શકે છે. શૅર બજાર હાલમાં હાઇલેવલ પર છે અને જો ઘટાડો આવ્યો તો રોકાણકારો ગોલ્ડ અને સિલ્વર જેવા સુરક્ષિત વિકલ્પ પસંદ કરી શકે છે.

    ગુજરાતના મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીનો ભાવ (Gold & Silver Rates in Gujarat)

    ગુડ રિટર્ન્સ (Good Returns) વેબસાઇટ મુજબ, બુધવાર સવારે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત (Ahmedabad Gold Price) 47,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત સુરતમાં 24 કેરેટ સોનાની કિંમત (Surat Gold Price) 47,510 રૂપિયા અને વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત (Vadodara Gold Price) 47,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ઉપરાંત, આ ત્રણેય શહેરોમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 60,450 રૂપિયા છે.

    આ પણ વાંચો, 1 ઓક્ટોબરથી બદલાઈ જશે અનેક નિયમ, જાણો Credit-Debit Card સાથે જોડાયેલા નવા નિયમ

    આવી રીતે ચેક કરો સોનાની શુદ્ધતા

    જ્યારે તમે સોના ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોનાની શુદ્ધતા જાતે ચકાસી શકો છો. સરકારે આના માટે 'BIS Care app' એપ બનાવી છે. જેના દ્વારા સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો, ગ્રાહક આ અંગેની ફરિયાદ કરી શકે છે. આ એપની (Gold) મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની માહિતી પણ મળી જાય છે.

    આ પણ વાંચો, HPCL Jobs: એચપીસીએલમાં મેનેજરથી લઈને ડ્રાઇવર સુધી નોકરીઓ જ નોકરીઓ, આવી રીતે કરો અરજી

    મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ

    સોનાનો ભાવ સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Mrunal Bhojak
    First published: