Home /News /business /

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, ખરીદી પહેલા જાણો 10 ગ્રામ સોનાનો આજનો ભાવ

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, ખરીદી પહેલા જાણો 10 ગ્રામ સોનાનો આજનો ભાવ

સોનાની કિંમત

Gold and Silver rate today 22 March, 2022: ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,310 રૂપિયા જોવા મળ્યું હતું.

    મુંબઈ. Gold Silver Price, 23 March 2022: રશિયા અને યુક્રેન (Russia Ukraine conflict) વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે સોના-ચાંદીની કિંમત (Gold Silver Price)માં દરરોજ નોંધપાત્ર ફેરફાર થઈ રહ્યો છે. આજે સવારે 10:00 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું અને ચાંદી ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. સોનું આજે એમસીએક્સ પર 0.13 ટકા અને ચાંદી 0.24 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યું હતું.

    સોના-ચાંદીની કિંમત (Gold Silver Price Today)


    એમસીએક્સ પર આજે સવારે એપ્રિલ વાયદાનું સોનું 0.13 ટકા એટલે કે 69 રૂપિયા ઘટીને 51,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામે લેખે ટ્રેડ કરી રહ્યું હતું. ચાંદીની વાત કરીએ તો મે વાયદાનું ચાંદી સવારે 0.24 ટકા એટલે કે 161 રૂપિયા ઘટીને 67,531 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold record price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 51,310 રૂપિયા જોવા મળ્યું હતું. આ રીતે સોનું હજુ તેનો રેકોર્ડ કિંમતથી 4,890 રૂપિયા સસ્તું છે.

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹48,280₹52,670
    મુંબઈ₹47,750₹52,100
    દિલ્હી₹47,750₹52,100
    કોલકાતા₹47,750₹52,100
    બેંગલુરુ₹47,750₹52,100
    હૈદરાબાદ₹47,750₹52,100
    કેરળ₹47,750₹52,100
    પુણે₹47,820₹52,170
    વડોદરા₹47,800₹52,150
    અમદાવાદ₹47,460₹51,760
    જયપુર₹47,900₹52,250
    લખનઉ₹47,900₹52,250
    કોઈમ્બતુર₹48,280₹52,670
    મદુરાઈ₹48,280₹52,670
    વિજયવાડા₹47,750₹52,100
    પટના₹47,820₹52,170
    નાગપુર₹47,800₹52,150
    ચંદીગઢ₹47,900₹52,250
    સુરત₹47,460₹51,760
    ભુવનેશ્વર₹47,750₹52,100
    મેંગલોર₹47,750₹52,100
    વિશાખાપટ્ટનમ₹47,750₹52,100
    નાશિક₹47,820₹52,170
    મૈસુર₹47,750₹52,100

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોનો આ શેર  કરાવી શકે છે મોટી કમાણી

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: આજે (23 માર્ચ) આ 20 શેરમાં કરો મોટી કમાણી

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: MCX, ગોલ્ડ, ચાંદી

    આગામી સમાચાર