જમ્મુઃ વૈષ્ણો દેવી શ્રાઇન (Vaishno Devi Shrine)ના નામ પર સોના અને ચાંદીના સિક્કા (Gold-Silver Coins) બહાર પાડ્યા છે. શ્રાઇન બોર્ડના એક ઓફિશિયલ પ્રવક્તાએ જણાવ્યું કે આ સિક્કા ભારત સહિત સમગ્ર દુનિયા (Worldwide)માં માતા વૈષ્ણો દેવીના શ્રદ્ધાળુઓ (Devotees) માટે બહાર પાડવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા (Lt. Governor Manoj Sinha)એ કહ્યું કે તેમને દેશ અને દુનિયાના લાખો શ્રદ્ધાળુઓ માટે આ સિક્કા બહાર પાડતાં ખૂબ જ ખુશી થઈ રહી છે. નોંધનીય છે કે, દિવાળી (Diwali 2020)ના તહેવારોમાં અને ખાસ કરીને ધનતેરસ (Dhanteras 2020)ના દિવસે સોના અને ચાંદીના સિક્કા ખરીદવાના શુભ માનવામાં આવે છે તેથી માતા વૈષ્ણો દેવીના આ સિક્કાની ખૂબ જ માંગ રહેવાની છે.
શ્રાઇન બોર્ડે 2થી લઈને 10 ગ્રામ સુધીના સિક્કા તૈયાર કર્યા છે
મનોજ સિન્હાએ કહ્યું કે, આ વખતે કોરોના વાયરસ (Coronavirus Crisis)ના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ માતા વૈષ્ણો દેવીના દર્શન માટે નથી પહોંચી શક્યા. એવામાં વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે નક્કી કર્યું કે જમ્મુ (Jammu) અને દિલ્હી (Delhi)માં શ્રદ્ધાળુઓ માટે સોના અને ચાંદીના સિક્કા ઉપલબ્ધ કરાવવામાં આવે. નોંધનીય છે કે આ સિક્કા પર માતા વૈષ્ણો દેવીની છાપ હોય છે. મનોજ સિન્હાએ કહ્યું કે માનવતા (Humanity)ના હિતમાં લોકોને શાંતિ (Peace)નો માર્ગ અપનાવવો જોઈએ. માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે 2થી લઈને 10 ગ્રામ સુધીના સિક્કા બનાવ્યા છે.
સિક્કાઓની કિંમત ખરીદવા માટે ઉપયોગમાં લેવામાં આવતી મુદ્રાના આધારે નક્કી થશે. આ ઉપરાંત સોના અને ચાંદીના બજાર ભાવના આધાર પર સિક્કાના ભાવ પણ દરરોજ બદલાતા રહેશે. હાલમાં ચાંદીનો 10 ગ્રામનો સિક્કો 770 રૂપિયામાં ઉપલબ્ધ હશે, જ્યારે 5 ગ્રામના સિક્કાની કિંમત 410 રૂપિયા છે. આ ઉપરાંત સોનાના 2 ગ્રામના સિક્કાનો ભાવ 11,490 રૂપિયા રાખવામાં આવ્યો છે. બીજી તરફ, 5 ગ્રામ સોનાના સિક્કાની કિંમત 28,150 અને 10 ગ્રામ સિક્કાની કિંમત 55,880 રૂપિયા છે. આ સિક્કા જમ્મુ એરપોર્ટ, કટરા, કાલકા ધામ, જમ્મુની સાથોસાથ દિલ્હીમાં પૃથ્વીરાજ રોડ પર જેકે હાઉસમાં શ્રાઇન બોર્ડની દુકાનનો પર ઉપલબ્ધ છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર