Home /News /business /

Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો, ખરીદી પહેલા જાણો આજનો ભાવ

Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો, ખરીદી પહેલા જાણો આજનો ભાવ

સોનાની કિંમત

Gold and Silver rate today 12 April, 2022: ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 52,567 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 3,633 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: સોના-ચાંદીના ભાવમાં આજે (Gold Rate Today, 12 April 2022) એમસીએક્સ પર મોટો ઉછાળો જોવા મળ્યો છે. સવારે 10 વાગ્યે એમસીએક્સ (MCX) પર સોનું (Gold price today) અને ચાંદી (Silver price today) મોટા ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. સોનામાં 0.74 ટકાનો જ્યારે ચાંદીમાં 1.17 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જોકે, ઉછાળા છતાં સોનું હજુ રેકોર્ડ કિંમત (Gold record price)થી ઘણું સસ્તું મળી રહ્યું છે. આથી સોનાની ખરીદી કરવા માંગતા લોકો માટે હજુ મોકો છે.

    સોના-ચાંદીની કિંમત (Gold Silver Price)


    આજે સવારે 10:00 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર જૂન વાયદાનું સોનું 0.74 ટકા એટલે કે 388 રૂપિયા વધીને 52,567 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું. બીજી તરફ મે વાયદાનું ચાંદી 1.17 ટકા એટલે કે 786 રૂપિયા વધીને 68,080 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું.

    સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)


    ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 52,567 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 3,633 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

    દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ- goodreturns.in)


































































































































    શહેર22 કેરેટ24 કેરેટ
    ચેન્નાઇ₹49,560₹54,060
    મુંબઈ₹49,000₹53,450
    દિલ્હી₹49,000₹53,450
    કોલકાતા₹49,000₹53,450
    બેંગલુરુ₹49,000₹53,450
    હૈદરાબાદ₹49,000₹53,450
    કેરળ₹49,000₹53,450
    પુણે₹48,700₹53,120
    વડોદરા₹48,700₹53,120
    અમદાવાદ₹48,650₹53,070
    જયપુર₹48,750₹53,170
    લખનઉ₹48,750₹53,170
    કોઈમ્બતુર₹49,560₹54,060
    મદુરાઈ₹49,560₹54,060
    વિજયવાડા₹49,000₹53,450
    પટના₹48,700₹53,120
    નાગપુર₹48,700₹53,120
    ચંદીગઢ₹48,750₹53,170
    સુરત₹48,650₹53,070
    ભુવનેશ્વર₹49,000₹53,450
    મેંગલોર₹49,000₹53,450
    વિશાખાપટ્ટનમ₹49,000₹53,450
    નાશિક₹48,700₹53,120
    મૈસુર₹49,000₹53,450

    સોનાની શુદ્ધતાના માપદંડ


    24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

    આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની નાની બચત યોજના ખાતાધારકો માટે મહત્ત્વના સમાચાર

    આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો


    જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

    આ પણ વાંચો: આજે (12 એપ્રિલ) આ 20 શેરમાં કરો મોટી કમાણી

    મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ


    નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    આગામી સમાચાર