Home /News /business /

Multibagger stock: 340% રિટર્ન આપનાર આ ટેક્સટાઇલ શેર પર ICICI Securities બુલિશ, જાણો કેટલો ટાર્ગેટ આપ્યો

Multibagger stock: 340% રિટર્ન આપનાર આ ટેક્સટાઇલ શેર પર ICICI Securities બુલિશ, જાણો કેટલો ટાર્ગેટ આપ્યો

મલ્ટીબેગર સ્ટોક

Multibagger stock: ICICI સિક્યોરિટીઝનું કહેવું છે કે Gokaldas Exports એક લોંગ ટર્મ સ્ટોરી છે. આગળ જતાં કંપનીના ગ્રોથમાં જોરદાર વધારો થશે. બ્રોકરેજ ફર્મે આ શેર માટે 480 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે.

    મુંબઇ. Multibagger stock: બ્રોકરેજ હાઉસ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ ગોકળદાસ એક્સપોર્ટ્સ (Gokaldas Exports- GEL) શેર પર ખૂબ બુલિશ છે. ગોકળદાસ એક્સપોર્ટ્સ ભારતની એક અગ્રણી કપડાની નિકાસ કરતા કંપની છે. કંપની વર્ષે 30 કરોડ પીસ કરતા વધારે વસ્ત્રોની નિકાસ કરે છે. ગોકળદાસ એક્સપોર્ટ્સનો શેર 2020મા 60 રૂપિયાથી છ ગણો વધીને જાન્યુઆરી 2022માં 370 રૂપિયા આસપાસ નજરે પડ્યો છે.

    480 રૂપિયાનો ટાર્ગેટ

    ICICI સિક્યોરિટીઝનું કહેવું છે કે Gokaldas Exports એક લોંગ ટર્મ સ્ટોરી છે. આગળ જતાં કંપનીના ગ્રોથમાં જોરદાર વધારો થશે. બ્રોકરેજ ફર્મે આ શેર માટે BUY રેટિંગ આપતા 480 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે આગામી 12 મહિનામાં કંપની આ લક્ષ્યને હાંસલ કરી લેશે.

    મલ્ટીબેગર સ્ટોક

    ગોકળદાસ એક્સપોર્ટ્સ એક મલ્ટીબેગર સ્ટોક (Multibagger stock) સાબિત થયો છે. 1 વર્ષની અંદર આ શેર 343 ટકા ભાગ્યો છે. આગામી છ મહિના સુધી કંપની પાસે અનેક ઓર્ડર છે. હાલ કંપનીનું ઉત્પાદન પણ પીક પર છે.

    કંપનીની યોજના

    કંપનીની યોજના છે કે તે આગામી ચાર વર્ષમાં 340 કરોડ રૂપિયાનું રોકાણ કરશે અને પોતાના બિઝનેસના વિસ્તાર પર ધ્યાન કેન્દ્રીત કરશે. આશા છે કે આગળ જતા આ રોકાણથી કંપનીની આવકમાં આશરે 1300 કરોડ રૂપિયાનો વધારો થશે.

    દેવામુક્ત કંપની

    કંપનીના મેનેજમેન્ટનું માનવું છે કે નીટિંગ માર્કેટમાં વિવિંગ માર્કેટની સરખામણીમાં વધારે ઝડપથી ગ્રોથ આવી રહ્યો છે. નીટિંગ સેગમેન્ટમાં રોકાણ કરીને કંપની પાસે પોતાના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવાનો સારો મોકો છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝનું કહેવું છે કે તાજેતરમાં એકઠા કરેલા ફંડથી કંપનીની બેલેન્સ શીટ મજબૂત બની છે. કંપનીએ 240 કરોડ રૂપિયાની લોન ચૂકવી છે. જે બાદમાં કંપની દેવામુક્ત થઈ ગઈ છે.

    આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝનું કહેવું છે કે વસ્ત્રોની નિકાસ પર સરકારનું ધ્યાન અને ગ્લોબલ બ્રાન્ડોની ચાઇના પ્લસ રણનીતિનો ફાયદો આ કંપનીને મળશે.

    આ પણ વાંચો: Multibagger stock: આ NBFC શેરમાં આવી જોરદાર તેજી, 15 ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોના પૈસા થયા ડબલ

    અન્ય એક કંપની માટે BUY રેટિંગ

    Gokaldas Exports ઉપરાંત આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ KPR Mill પર પણ બુલિશ છે. ઉલ્લેખનીય છે કે KPR Mills પણ ટેક્સટાઇલ ક્ષેત્રની કંપની છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે આ શેર માટે BUY રેટિંગ આપતા 820 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે.

    (ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી.)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: ICICI, Investment, Multibagger Stock, Share market, Stock tips

    આગામી સમાચાર