ફાધર્સ ડે પર ગો એરની સ્પેશિયલ ઓફર , જાણો ક્યા સુધી કરી શકશો મુસાફરી

News18 Gujarati
Updated: June 17, 2018, 3:32 PM IST
ફાધર્સ ડે પર ગો એરની સ્પેશિયલ ઓફર , જાણો ક્યા સુધી કરી શકશો મુસાફરી

  • Share this:
નવી દિલ્હી: ફાધર્સ ડે પર ગો એરએ મુસાફરોને સસ્તી ટિકિટની ભેટ આપી છે. માત્ર 1404 રૂપિયામાં ટિકિટ ખરીદીને તમે ઘરે જઈને પિતા સાથે સમય વિતાવી શકો છો.

આ ઓફર અંતર્ગત તમે 15-19 જૂનની વચ્ચે ટિકિટ બુક કરાવી શકો છો. અત્યારે ટિકિટ બુક કરાવીને 30 સપ્ટેમ્બર 2018 સુધી ગમે ત્યારે હવાઈ મુસાફરી કરી શકો છો. ગો એરની સેવા 23 સ્થળો માટે છે. સેલ હેઠળ ટિકિટ ‘વહેલા તે પહેલા’ના ધોરણે બુક કરવામાં આવશે.

આ સિવાય એરલાઈન્સ કંપનીએ ફ્રી એર રિટર્ન ટિકિટ માટે એક કોન્ટેસ્ટની પણ જાહેરાત કરી છે. કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારે પિતા સાથે એક તસવીર શેર કરવી પડશે અને મેસેજ લખીને જણાવવું પડશે કે તમે પિતાને કેટલા મિસ કરો છો. આ તસવીરને ગો એર દ્વારા ફેસબુક અને ટ્વિટર પેજ પર હેશટેગ #GoHome સાથે શેર કરવાની રહેશે.

First published: June 17, 2018, 3:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading