Home /News /business /

આ એરલાઈન્સ 10 લાખ ટિકીટો વેચી રહી છે નજીવી કિંમતે, તમે પણ માણો હવાઈયાત્રા

આ એરલાઈન્સ 10 લાખ ટિકીટો વેચી રહી છે નજીવી કિંમતે, તમે પણ માણો હવાઈયાત્રા

ગો એરલાયન્સ, ફાઈલ ફોટો

ફેસ્ટિવ સીઝનમાં જો તમે બહાર ફરવા જવાની અથવા અન્ય બીજી કોઈ યોજના બનાવી રહ્યાં છો તો આ સમાચાર તમારા કામના છે.

    મુંબઈ: ફેસ્ટિવ સીઝનમાં જો તમે બહાર ફરવા જવાની અથવા અન્ય બીજી કોઈ યોજના બનાવી રહ્યાં છો તો આ સમાચાર તમારા કામના છે. બજેટ વિમાન કંપની ગોએરે ખુબ જ સસ્તી કિંમતમાં 10 લાખ ટિકીટ વેચવાનો નિર્ણય લીધો છે. આ હેઠળ એક તરફ યાત્રાની શરૂઆતી કિંમત 1,099 રૂપિયા હશે. ગોએરે જણાવ્યું કે, 'ફેસ્ટિવલ સિઝન સેલ' હેઠળ ડિજિટલ વોલેટ કંપની પેટીએમથી પૈસાની ચૂકવણી કરવા પર ગ્રાહકોને 250 રૂપિયા સુધી વધારાનું પાંચ ટકા કેશબેક આપશે.

    4થી 9 ઓગસ્ટ વચ્ચે થશે બુકિંગ

    કંપનીએ કહ્યું કે, આ ટિકીટોની બુકિંગ 4 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી કરવામાં આવશે. આ હેઠળ 4 ઓગસ્ટથી લઈને 31 ડિસેમ્બર સુધી યાત્રા કરી શકાશે. આનાથી પહેલા ગોએરની પ્રતિદ્વંદ્વી ઈન્ડિગોએ ટિકીટો પર સૌથી મોટી છૂટછાટ આપી હતી. આ હેઠળ ઈન્ડિગોએ 12 લાખ સીટોની રજૂ કરી હતી, આમાં શરૂઆતી ભાડું 1,212 રૂપિયા હતું

    આ પહેલા આવી હતી મોનસૂન સેલ ઓફર

    ગોએર એરલાયન્સે આનાથી પહેલા મોનસૂન સેલની શરૂઆત કરી હતી. 3 દિવસીય મોનસૂન સેલમાં ગોએરનો એરલાઈન્સ ટિકીટની કિંમત 1299 રૂપિયા થઈ હતી. કંપનીના નિવેદન અનુસાર, મોનસૂન સેલ હેઠળ 24 જૂનથી 30 સપ્ટેમ્બર વચ્ચે યાત્રા કરવાની પરવાનગી હતી. ફ્લાઈટ ટિકીટની બુકિંગ નોન રિફેન્ડેબલ હતી. જોકે, આમાં સામેલ ટેક્સ અને ફિસ રિફેન્ડેબલ હતી. સેલ દરમિયાન એર ભાડૂ અલગ-અલગ રૂટ, ફ્લાઈટ અને ટાઈમિંગના હિસાબે વિભિન્ન રાખવામાં આવ્યું હતું. ગોએર હાલમાં 23 ડેસ્ટિનેશન્સ માટે એઠવાડિયામાં 1544થી વધારે ફ્લાઈટ ઓપરેટ કરે છે.

    પહેલા શું હતા નિયમ-શરતો
    ગો-એર નેટવર્કની બધી જ ફ્લાઈટો પર આ ઓફર લાગું હશે.
    ટિકીટ બુકિંગ વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે.
    ગ્રુપ બુકિંગ પર ઓફર લાગું થશે નહી.
    અલગ-અલગ રૂટ પર અલગ-અલગ ભાડું હશે
    ઓફર પ્રાઈસ માત્ર એક તરફથી ભાડા પર લાગું હશે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Go Air

    આગામી સમાચાર