Home /News /business /

GoAir IPO: ગોએર લાવી રહી છે 2,500 કરોડ રૂપિયાનો IPO, જાણો વધારે વિગતો

GoAir IPO: ગોએર લાવી રહી છે 2,500 કરોડ રૂપિયાનો IPO, જાણો વધારે વિગતો

પ્રતીકાત્મક તસવીર

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગોએર તરફથી આ આઈપીઓ માટે ICICI સિક્યોરિટીઝ (ICICI Securities), સિટી (Citi) અને મોર્ગન સ્ટેનલી(Morgan Stanley)ને પોતાના લીડ મેનેજર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

  મુંબઈ: એવિએશન ક્ષેત્રની દિગ્ગજ કંપની ગોએર (GoAir) પબ્લિક ઇશ્યૂ (IPO) મારફતે પ્રાઇમરી માર્કેટમાંથી ફંડ્સ મેળવવાની તૈયારીમાં છે. પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે GoAir 2,500 કરોડ રૂપિયા એકઠા કરવા માટે આઈપીઓ લૉંચ કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ આઈપીઓ સપ્ટેમ્બર, 2021 સુધી લૉંચ થઈ શકે છે, જે બાદમાં તમે તેમાં પૈસા લગાવી શકો છો. આ IPO માટે કંપની એપ્રિલ, 2021ના બીજા અઠવાડિયામાં માર્કેટ રેગ્યુલેટર SEBI પાસે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) ફાઇલ કરી શકે છે.

  આ મામલાની જાણકારી ધરાવતા સૂત્રોએ CNBC-TV18ને જણાવ્યું કે, 3,500થી 4,000 કરોડ રૂપિયા એકઠા કરવા માટે ગોએર કંપની આશરે 25 ટકા ઇક્વિટી શેર જાહેર કરશે. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે ગોએર કંપની 2500 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવી રહી છે.

  રિપોર્ટ પ્રમાણે આ IPO દ્વારા મેળવનાર ફંડનો ઉપયોગ કંપની દેવું ચૂકવવા તેમજ વર્કિંગ કેપિટલની જરૂરિયાતને પૂરી કરવા માટે કરશે. તમને જણાવી દઈએ કે માર્ચ, 2020 સુધી કંપની પર 1780 કરોડ રૂપિયાનું દેવું હતું.

  આ પણ વાંચો: Indian Railways: આ ટ્રેનોમાં બેસવા જોવી પડે રાહ ટિકિટની નહીં, મળી જશે કન્ફર્મ સીટ!

  સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગોએર તરફથી આ આઈપીઓ માટે ICICI સિક્યોરિટીઝ (ICICI Securities), સિટી (Citi) અને મોર્ગન સ્ટેનલી(Morgan Stanley)ને પોતાના લીડ મેનેજર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જોકે, આ અંગે કંપની તરફથી અધિકારિક રીતે કંઈ જ કહેવામાં આવ્યું નથી.

  આ પણ વાંચો: મહિલાએ મહિલા જોડે બાંધ્યો શારીરિક સંબંધ: પીડિત પતિને 70,000 આપવા કોર્ટનો આદેશ

  ઉલ્લેખનીય છે કે GoAir ગત છેલ્લા કેટલાક વર્ષોથી IPO લૉંચ કરવાની તૈયારી કરી રહી હતી. પરંતુ ટોપ મેનેજમેન્ટમાં સતત પરિવર્તન થતા રહ્યા હોવાથી કંપની અત્યારસુધી આઈપીઓ લાવી શકી ન હતી. ગોએર 10 ઇન્ટરનેશનલ રુટ્સ સહિત 30 રૂટ્સ પર પોતાની સેવા આપે છે.

  આ પણ વાંચો: ખેડૂત આંદોલનના સમર્થનમાં ગયેલા દીકરાને રિટાયર્ડ ફૌજી પિતાએ દેશદ્રોહી ગણાવી સંપત્તિમાંથી બેદખલ કર્યો

  અહીં નોંધવું રહ્યું કે ગત મહિને ગોએરને બેંકો પાસેથી 800 કરોડ રૂપિયાના ક્રેડિટ લાઇન મળી છે, જેનાથી કોવિડના મુશ્કેલભર્યા દિવસોમાં કંપનીને પોતાની જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ મળી હતી.

  આ પણ વાંચો: 'ટાંટીયા તોડ દુલ્હન', દુલ્હાને પ્રથમ રાત્રિએ જ હૉસ્પિટલ ભેગા થવું પડ્યું!

  માર્ચ, 2020ના વાર્ષિક સ્ટેટમેન્ટ પ્રમાણે, વાડિયા ગ્રુપના સ્વામિત્વવાળી ગોએરમાં બોમ્બે બુમરાહ (Bombay Burmah), બ્રિટેનિયા (Britannia) અને બોમ્બે ડાઇંગ (Bombay Dyeing)નો કોઈ હિસ્સો નથી.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Airlines, BSE, GoAir, IPO, Market, NSE, Plane, Stock

  આગામી સમાચાર