GoAirની પ્રી-દિવાળી ઑફર, માત્ર રૂ.1,296માં બૂક કરો હવાઇ ટિકિટ

GoAirએ 24 કલાક સુપર સેવર ડીલની શરૂઆત કરી છે. આ અંતર્ગત ગ્રાહક ઓછામાં ઓછા રૂ.1296માં ફ્લાઇટ ટિકિટ બુક કરી શકે છે

News18 Gujarati
Updated: October 16, 2019, 10:11 PM IST
GoAirની પ્રી-દિવાળી ઑફર, માત્ર રૂ.1,296માં બૂક કરો હવાઇ ટિકિટ
ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: October 16, 2019, 10:11 PM IST
નવી દિલ્હી:લૉ કૉસ્ટ ગૉ-એર (GoAir)એ તહેવારોની સિઝનમાં લોકોને મોટી ગિફ્ટ આપી છે. દેશની સૌથી ભરોસેમંદ અને ઝડપથી વધતી એરલાઇન્સ ગો એરે મંગળવારે પ્રી-દીવાળી ઑફરની (Pre-Diwali Offer) જાહેરાત કરી છે.

GoAirએ 24 કલાક સુપર સેવર ડીલની (24-hour Super Saver Deal)શરૂઆત કરી છે. આ અંતર્ગત ગ્રાહક ઓછામાં ઓછા રૂ.1296માં ફ્લાઇટ ટિકિટ બુક કરી શકે છે. તો ચાલો જાઇએ આ ખાસ ઑફર વિશે.

ક્યાં સુધી બૂક કરાવી શકો છો ટિકિટ

GoAirની 24 કલાક પ્રી-દિવાલી ફેસ્ટીવ ઑફર 16 ઑક્ટોબર એટલે કે આજે 15:00 બપોરે શરૂ થઇ ચૂકી છે અને તે 17 ઑક્ટોબર 15:00 વાગ્યા સુધી ચાલશે. કસ્ટમર્સ આ દરમિયાન હવાઇ ટિકિટ બૂક કરાવી શકે છે.

આ પણ વાંચોઃ-5 પત્નીઓના શોખ પૂરા કરવા માટે 50થી વધુ યુવતીઓને બનાવી શિકાર

1296 રૂપિયામાં બૂક કરાવો ટિકિટ
Loading...

GoAirએના જણાવ્યા પ્રમાણે ગ્રાહક 1296 રૂપિયામાં ઇન્ટરનેશન અને ડોમેસ્ટિક રૂટ ઉપર ફ્લાઇટ ટિકિટ બૂક કરાવી શકે છે. જેમાં તમામ ટેક્સનો સમાવેશ થાય છે. આ ઑફર GoAirના દરેક રૂટ ઉપર લાગુ પડશે. GoAir 33 ગંતવ્ય સ્થળો માટે ઉડાન સેવાનું સંચાલન કરે છે.

આ પણ વાંચોઃ-મોદી સરકાર 5 દિવસ પછી BHIM એપ યુઝર્સને આપશે ગિફ્ટ, થશે ફાયદો

અત્યારે ચાલે છે ઠેરઠેર સેલ અને ઑફર્સ
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને દરેક કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે ઑફર્સ અને સેલ શરૂ કરી દીધા છે. ખાસ કરીને ઑનલાઇન વેચાણ કરતી તમામ પ્રકારની ઇકોમર્સ વેબસાઇટ્સ ગ્રાહકો માટે દિવાળી સ્પેશિયલ ઑફર્સ આપી હતી.

આ પણ વાંચોઃ-દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યા 13 પોપટને, જાણો શું છે ઘટના?

બીજી તરફ આવી ઑફર્સના પગલે ગ્રાહકો પણ લાભ ઉઠાવીને દિવાળીની શૉપિંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હવે દિવાળીના આડે માત્ર થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકોએ દિવાળીની ખરીદી ઉપર વધારે ભાર મૂક્યો છે.
First published: October 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...