Go-First Airline Passengers Issue: એરલાઇન કંપની 'ગો ફર્સ્ટ' કેટલાક મુસાફરોને ફ્રી ટિકિટ આપી રહી છે. પરંતુ તેની બેદરકારીના કારણે થયેલી મોટી ભૂલને કારણે તે આ સુવિધા આપી રહ્યું છે. એક ગો ફર્સ્ટ ફ્લાઈટે ટેકઓફ કર્યું અને એરપોર્ટ પર જ 55 મુસાફરો રહી ગયા. આ ફ્લાઇટ બેંગ્લોર થી દિલ્હી જઈ રહી હતી. વિમાનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોએ ચેક ઇન અને બોર્ડિંગ પાસ લઇ લીધા હતા. પરંતુ ફ્લાઇટે મુસાફરોને લીધા વગર જ ઉડાન ભરી લીધી હતી. આ તમામ મુસાફરો વિમાનમાં ચઢવા માટે એરપોર્ટ પર બસમાં રાહ જોતા હતા.
આ ઘટના 9 જાન્યુઆરીની છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ મંગળવારે આ મામલે એરલાઇનને આ બાબત અંગે કારણ જણાવવા અંગેની નોટિસ મોકલી છે. જો કે એરલાઈન્સ ચાર કલાક બાદ ફસાયેલા મુસાફરોને તેમના ડેસ્ટિનેશન પ્લેસ પર લઈ ગઈ હતી. હવે એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ આ ઘટના અંગે રિપોર્ટ માંગ્યો છે અને કહ્યું છે કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
સુરક્ષા તપાસ બાદ મુસાફરોને પ્લેનમાં લઈ જવા માટે કુલ ચાર બસો મોકલવામાં આવી હતી. પ્રથમ બે બસો આગળ વધી. જ્યારે એરલાઈન્સને ભૂલની જાણ થઈ ત્યારે એરપોર્ટ પર રવાના થયેલા મુસાફરોને ચાર કલાક બાદ બીજી ફ્લાઈટ દ્વારા દિલ્હી મોકલવામાં આવ્યા હતા.
મુસાફરોને એક ટિકિટ ફ્રી
આ કિસ્સામાં એરલાઇન્સે તે ફ્લાઈટના તમામ ક્રૂને આગામી આદેશ સુધી હટાવી દીધા છે. આ સિવાય ફ્લાઇટ ચૂકી ગયેલા તમામ 55 મુસાફરોને દેશભરમાં 1 ફ્રી ટિકિટ આપવાની જાહેરાત કરી છે. 12 મહિનામાં આ મુસાફરો દેશના કોઈપણ શહેરની ટિકિટ બુક કરાવી શકે છે. ગો ફર્સ્ટ આ સમગ્ર મામલે મુસાફરોની માફી માંગી છે.
લોકોએ ફરિયાદ કરી
ઘણા મુસાફરોએ આ બાબતે સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી છે. લોકોએ જણાવ્યું કે ગ્રાઉન્ડ સ્ટાફને આ અંગે કોઈ માહિતી નથી.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર