Go Fashion IPO: ગો ફેશનનો આઈપીઓ ખુલ્યો, જાણો કેટલું રોકાણ કરવું પડશે

ગો ફેશન આઈપીઓ

Go Fashion IPO: ગો ફેશન ઇન્ડિયા લિમિટેડ (Go Fashion)નો 1,014 કરોડ રૂપિયાનો આઈપીઓ આજે એટલે કે 17 નવેમ્બરના રોજ ખુલી ગયો છે.

  • Share this:
    મુંબઈ: ગો કલર્સ બ્રાંડ (Go colours brand)ના નામથી કપડાં વેચતી કંપની ગો ફેશન ઇન્ડિયા લિમિટેડ (Go Fashion India Limited)નો 1,014 કરોડ રૂપિયાનો આઈપીઓ (Go Fashion IPO) રોકાણકારો માટે ખુલી ગયો છે. કંપનીએ પ્રાઇસ (Go Fashion IPO price band) બેન્ડ પ્રતિ શેર 655-690 રૂપિયા નક્કી કરી છે. આઈપીઓ 17મી નવેમ્બરના રોજ એટલે કે આજે ખુલશે અને 22 નવેમ્બરના રોજ બંધ થશે.

    125 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ

    કંપનીના જણાવ્યા પ્રમાણે 1014 કરોડ રૂપિયાના આઈપીઓમાં 125 કરોડ રૂપિયાના નવા ઇક્વિટી શેર (Equity shares) જાહેર કરવામાં આવશે. જ્યારે 888.6 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ (Offer for sale) હશે. ઑફર ફૉર સેલમાં કંપનીના વર્તમાન પ્રમોટર્સ અને શેરહોલ્ડર્સ આશરે 12,878,389 કરોડ ઇક્વિટી શેરનું વેચાણ કરશે.

    કોણ કેટલા શેર વેચશે?

    કંપનીના પ્રમોટર PKS પરિવાર ટ્રસ્ટ અને VKS ટ્રસ્ટ પોતાના 7.45 લાખ શેર વેચશે. જ્યારે કંપનીના રોકાણકારોમાં સામેલ સિકોઈયા કેપિટલ ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ IV પોતાના 74.98 લાખ શેર વેચશે. ઇન્ડિયા એડવાન્ટેઝ ફંડ S4 I 33.11 લાખ અને ડાયનામિક ઇન્ડિયા ફંડ S4I 5.76 લાખ શેર વેચશે.

    કેટલું રોકાણ કરવું પડશે?

    ગો ફેશન આઈપીઓમાં રોકાણકાર ઓછામાં ઓછા 21 શેરના એક લૉટ માટે બીડ કરી શકે છે. અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે રોકાણકારે ઓછામાં ઓછા 14,490 રૂપિયાનું રોકાણ કરવું પડશે. એક રોકાણકાર મહત્તમ 13 લૉટ માટે અરજી કરી શકે છે.

    આઈપીઓના નાણાનો ઉપયોગ

    કંપનીએ જણાવ્યું છે કે આઈપીઓમાંથી મળનારી રકમનો ઉપયોગ કંપની વર્કિંગ કેપિટલની જરૂરિયાત પૂર્ણ કરવા માટે તેમજ સામાન્ય કોર્પોરેટ ઉદેશ્યોને પૂર્ણ કરવા માટે અને 120 નવા બ્રાન્ડ સ્ટોર ખોલવા માટે કરશે.

    ગ્રે માર્કેટ પ્રીમિયમ (Go Fashion IPO GMP)

    માર્કેટ પર નજર રાખતા સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગો ફેશનના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 530 રૂપિયા છે. સોમવારે ગો ફેશનનો શેર 430 રૂપિયાના પ્રીમિયમ પર અનલિસ્ટેડ માર્કેટમાં ટ્રેડ થઈ રહ્યો હતો. એટલે કે હાલ ગો ફેશનનો શેર ગ્રે માર્કેટમાં 1120 રૂપિયા (690+530) આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે, જે ઇશ્યૂ ભાવથી 75% વધારે છે. ગો ફેશનનો આઈપીઓ બજારમાં 30ની નવેમ્બરના રોજ લિસ્ટ થાય તેવી સંભાવના છે.

    આ પણ વાંચો: Kia India આગામી વર્ષના પહેલા ક્વાર્ટરમાં લોન્ચ કરશે નવું મોડલ 'KY', વાંચો તમામ વિગત

    આઈપીઓ ભરવો કે નહીં?

    મિન્ટના જણાવ્યા પ્રમાણે Profitmart Securitiesના અવિનાશ ગોરક્ષરનું કહેવું છે કે, "ગ્રે માર્કેટ પ્રીમિયમ પરથી એ વાત ચોક્કસપણ ન કહી શકાય કે આઈપીઓનું પ્રીમિયમ ભાવે લિસ્ટિંગ થશે. આથી રોકાણકારોએ કંપનીની નાણાકીય સ્થિતિ પર નજર કરવી જોઈએ. આ ઇશ્યૂ મહદઅંશે ઑફર ફૉર સેલ છે. 1013.61 કરોડ રૂપિયામાંથી ફક્ત 125 કરોડ રૂપિયાના જ ફ્રેશ શેર જાહેર કરવામાં આવશે. આઈપીઓનું વેલ્યૂએશન પણ ખૂબ વધારે લાગી રહ્યું છે. તાજેતરમાં ટેક્સટાઇલ સેક્ટરમાં બઝને પગલે બુલિશ ટ્રેન્ડ જોવા મળી શખે છે. આથી ફક્ત જીએમપી પર ધ્યાન આપવાને પદલે રોકાણકારો કંપનીની બેલેન્સસીટ પર પણ નજર કરે તે સલાહભર્યું છે."

    આ પણ વાંચો: 2021માં આ મલ્ટીબેગર સ્ટૉકે આપ્યું 2,000% વળતર, 33 રૂપિયાથી ઉછળીને 721 રૂપિયા પર પહોંચ્યો

    એન્જલ બ્રોકિંગનો અભિપ્રાય

    એન્જલ બ્રોકિંગના જણાવ્યા પ્રમાણે વેલ્યૂએશનની દ્રષ્ટીએ જોઈએ તો ઇશ્યૂ જાહેર થયા બાદ FY 2020 માટે કંપનીનો EV/EBITDA -30.2X છે. જે કંપનીની પ્રતિસ્પર્ધી કંપની TCNS Clothing જેટલો છે. Go Fashionની આવકનો ટ્રેક રેકોર્ડ ખૂબ સારો છે. હાયર ઑપરેટિંગ માર્જિન અને હાઈ રિટર્ન ઑન ઇક્વિટી (RoE) પણ TCN Clothing જેટલો જ છે.

    એન્જલ બ્રોકિંગનું કહેવું છે કે કંપનીની વેલ્યૂએશન બરાબર લાગી રહ્યું છે. જેના આધારે બ્રોકરેજ હાઉસે કંપનીમાં રોકાણ કરવાની સલાહ આપી છે. જોકે, બજાર નિષ્ણાતોએ એવી પણ સલાહ આપી છે કે ફક્ત ગ્રે માર્કેટ પ્રીમિયમ જોઈને કોઈ કંપનીમાં રોકાણ કરવાનો નિર્ણય લેવો જોઈએ નહીં.
    Published by:Vinod Zankhaliya
    First published: