Home /News /business /Go Fashion IPO GMP: શેરની ફાળવણી બાદ ગો ફેશનના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં વધારો, જાણો કેટલા પ્રીમિયમ પર થઈ શકે છે લિસ્ટિંગ?
Go Fashion IPO GMP: શેરની ફાળવણી બાદ ગો ફેશનના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં વધારો, જાણો કેટલા પ્રીમિયમ પર થઈ શકે છે લિસ્ટિંગ?
તસવીર: gocolors.com
Go Fashion IPO GMP: માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે શુક્રવારે ભારતીય શેર બજારમાં કડાકો બોલી ગયો હોવા છતાં ગો ફેશનના શેરના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં શનિવારે વધારો થયો છે.
મુંબઇ. Go Fashion IPO: ગો ફેશન આઈપીઓના શેરની ફાળવણી (Go Fashion shares allotment) થઈ ગઈ છે. હવે તમામ લોકોની નજર ગો ફેશન આઈપીઓના લિસ્ટિંગ (Go Fashion IPO listing) પર છે, જે 30 નવમ્બર 2021ના રોજ થવાની આશા છે. જોકે, લિસ્ટિંગ પહેલા ગ્રે માર્કેટ પ્રીમિયમ (Grey market premium) પરથી જે સંકેત મળી રહ્યા છે તે પ્રમાણે 1,013 કરોડ રૂપિયાના આ આઈપીઓનું ધમાકેદાર લિસ્ટિંગ થઈ શકે છે. માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે શુક્રવારે ભારતીય શેર બજારમાં કડાકો બોલી ગયો હોવા છતાં ગો ફેશનના શેરના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં શનિવારે વધારો થયો છે.
ગો ફેશન આઈપીઓ GMP
શનિવારે અનલિસ્ટેડ બજારમાં ગો ફેશન આઈપીઓના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 500 રૂપિયા ચાલી રહ્યું હતું. શુક્રવારે તે 480 રૂપિયા હતું. એટલે કે ગ્રે માર્કેટ પ્રીમિયમમાં 20 રૂપિયાનો વધારો થયો છે. શુક્રવારે સવારે ગ્રે માર્કેટ પ્રીમિયમ 540 રૂપિયા હતું, જે સાંજે ઘટીને 480 રૂપિયા થઈ ગયું હતું. શનિવારે સવારે તેમાં સુધારો જોવા મળ્યો હતો. નિષ્ણાતો ગ્રે માર્કેટ પ્રીમિયમના આ વધારાને સારો સંકેત માની રહ્યા છે, કારણ કે શુક્રવારે માર્કેટમાં આવેલા મોટા ઘટાડા છતાં ગ્રે માર્કેટ પ્રીમિયમ વધ્યું છે.
ગ્રે માર્કેટ પ્રીમિયમનો સંકેત શું?
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ગો ફેશન આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ હાલ 500 રૂપિયા છે. એટલે કે ગો ફેશનનો શેર 1190 રૂપિયા (690+500) રૂપિયા પર લિસ્ટ થવાની આશા છે. આઈપીઓની ઇશ્યૂ કિંમત 655-690 રૂપિયા છે. હાલ ચાલી રહેલું ગ્રે માર્કેટ પ્રીમિયમ ઇશ્યૂ કિંમતથી 70 ટકા વધારે છે. જોકે, નિષ્ણાતો એવી પણ સલાહ આપે છે કે ગ્રે માર્કેટ પ્રીમિયમના આધારે કોઈ કંપનીમાં રોકાણનો નિર્ણય કરવો જોઈએ નહીં. રોકાણકારોએ કંપનીની બેલેન્સ શીટ જોઈને રોકાણનો નિર્ણય કરવો જોઈએ.
ગો ફેશન આઈપીઓનું લિસ્ટિંગ
ગો ફેશનના આઈપીઓનું લિસ્ટિંગ NSE અને BSE પર થશે. ગો ફેશનના શેરનું લિસ્ટિંગ 30મી નવેમ્બર, 2021ના રોજ થવાની શક્યતા છે.
ગો ફેશન આઈપીઓ ભરણા માટે ખુલ્યાની કલાકોમાં જ સપૂર્ણ રીતે ભરાઈ ગયો હતો. નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત હિસ્સો 262.08 ગણો ભરાયો હતો. જ્યારે ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશન બાયર્સ (QIBs) માટે અનામત હિસ્સો 100.73 ગણો ભરાયો હતો. રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવેલો હિસ્સો 49.70 ગણો ભરાયો હતો.
કંપનીએ જણાવ્યું છે કે આઈપીઓમાંથી મળનારી રકમનો ઉપયોગ કંપની વર્કિંગ કેપિટલની જરૂરિયાત પૂર્ણ કરવા માટે તેમજ સામાન્ય કોર્પોરેટ ઉદેશ્યોને પૂર્ણ કરવા માટે અને 120 નવા બ્રાન્ડ સ્ટોર ખોલવા માટે કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર