Go Fashion IPO: જાણો લેટેસ્ટ ગ્રે માર્કેટ પ્રીમિયમ, બે દિવસ બાદ IPO 6.87 ગણો ભરાયો

ગો ફેશન આઈપીઓ

Go Fashion IPO: કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ (Go Fashion IPO price band) બેન્ડ પ્રતિ શેર 655-690 રૂપિયા નક્કી કરી છે. આઈપીઓ ખુલ્યાના બે દિવસ બાદ તે 6.87 ગણો ભરાયો છે.

  • Share this:
    મુંબઈ. Go Fashion IPO: ગો કલર્સ બ્રાંડ (Go colours brand)ના નામથી કપડાં વેચતી કંપની ગો ફેશન ઇન્ડિયા લિમિટેડ (Go Fashion India Limited)નો 1,014 કરોડ રૂપિયાનો આઈપીઓ (Go Fashion IPO) રોકાણકારો માટે 17મી નવેમ્બરના રોજ ખુલ્યો છે. આઈપીઓ 22મી નવેમ્બરના રોજ બંધ થશે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ (Go Fashion IPO price band) બેન્ડ પ્રતિ શેર 655-690 રૂપિયા નક્કી કરી છે. આઈપીઓ ખુલ્યાના બે દિવસ બાદ તે 6.87 ગણો ભરાયો છે. આ સાથે જ ગો ફેશન આઈપીઓના ગ્રે માર્કેટ પ્રીમિયમ (Go Fashion IPO GMP)માં પણ વધારો થયો છે. ગો ફેશનના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 460 રૂપિયા હતું. જેમાં 40 રૂપિયાનો વધારો થયો છે. માર્કેટ નિષ્ણાતો માની રહ્યા છે કે ત્રણ દિવસની રજા બાદ જ્યારે સોમવારે માર્કેટ ફરીથી શરૂ થશે ત્યારે ગ્રે માર્કેટ પ્રીમિયમની અસર આઈપીઓના ભરણા પર પડી શકે છે. વધારે રોકાણકારો આઈપીઓ પ્રત્યે આકર્ષિત થઈ શકે છે. સોમવારે એટલે કે 22મી નવેમ્બરે આઈપીઓ ભરવાનો અંતિમ દિવસ છે.

    ગો ફેશન આઈપીઓ ગ્રે માર્કેટ પ્રીમિયમ (Go Fashion IPO GMP)

    બજાર પર નજર રાખતા લોકોનું કહેવું છે કે હાલ ગ્રે માર્કેટમાં ગો ફેશન આઈપીઓનો એક શેર 500 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. શુક્રવારે તે 460 રૂપિયા હતું. એટલે કે ગ્રે માર્કેટ પ્રીમિયમમાં 40 રૂપિયાનો વધારો થયો છે. બુધવારે અને ગુરુવારે ગો ફેશનના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ સ્થિર રહ્યું હતું.

    ગ્રે માર્કેટમાં હાલ ગો ફેશનનો એક શેર 1160 રૂપિયા (690+500) પર ટ્રેડ થઈ રહ્યો છે. જે તેની ઇશ્યૂ કિંમતથી 72 ટકા વધુ છે. કંપનીએ શેરની પ્રાઇસ બેન્ડ 655-690 રૂપિયા પ્રતિ શેર રાખી છે.

    અનેક માર્કેટ નિષ્ણાતોએ ગો ફેશનનો આઇપીઓ ભરવાની સલાહ આપી છે. જોકે, અમુક બજાર નિષ્ણાતોએ રોકાણકારોને એવી પણ ચેતવણી ઉચ્ચારી છે કે ફક્ત ગ્રે માર્કેટ પ્રીમિયમ જોઈને આઈપીઓમાં રોકાણ કરવું સલાહભર્યું નથી. ગ્રે માર્કેટ પ્રીમિયમની સાથે સાથે કંપનીની બેલેન્સશીટ પર પણ નજર કરવી જોઈએ.

    આ પણ વાંચો: Investment Tips: શેર માર્કેટમાં પા પા પગલી કરતાં હોવ તો મિત્રો અને યૂટ્યૂબની શીખામણોથી રહો દૂર

    125 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ

    કંપનીના જણાવ્યા પ્રમાણે 1,014 કરોડ રૂપિયાના આઈપીઓમાં 125 કરોડ રૂપિયાના નવા ઇક્વિટી શેર (Equity shares) જાહેર કરવામાં આવશે. જ્યારે 888.6 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ (Offer for sale) હશે. ઑફર ફૉર સેલમાં કંપનીના વર્તમાન પ્રમોટર્સ અને શેરહોલ્ડર્સ આશરે 12,878,389 કરોડ ઇક્વિટી શેરનું વેચાણ કરશે.

    આ પણ વાંચો: શું તમે પણ IPOમાં નાણા રોકવા જઈ રહ્યા છો? જરા થોભો, આ વાતો તપાસ્યા બાદ જ કરો રોકાણ

    કોણ કેટલા શેર વેચશે?

    કંપનીના પ્રમોટર PKS પરિવાર ટ્રસ્ટ અને VKS ટ્રસ્ટ પોતાના 7.45 લાખ શેર વેચશે. જ્યારે કંપનીના રોકાણકારોમાં સામેલ સિકોઈયા કેપિટલ ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ IV પોતાના 74.98 લાખ શેર વેચશે. ઇન્ડિયા એડવાન્ટેઝ ફંડ S4 I 33.11 લાખ અને ડાયનામિક ઇન્ડિયા ફંડ S4I 5.76 લાખ શેર વેચશે.

    કેટલું રોકાણ કરવું પડશે?

    ગો ફેશન આઈપીઓમાં રોકાણકાર ઓછામાં ઓછા 21 શેરના એક લૉટ માટે બીડ કરી શકે છે. અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે રોકાણકારે ઓછામાં ઓછા 14,490 રૂપિયાનું રોકાણ કરવું પડશે. એક રોકાણકાર મહત્તમ 13 લૉટ માટે અરજી કરી શકે છે.

    આ પણ વાંચો: Paytmની જેમ આ 10 હાઈ-પ્રોફાઇલ IPO લિસ્ટિંગના દિવસે સાબિત થયા હતા ફૂસ, જાણો તેમના વિશે

    આઈપીઓના નાણાનો ઉપયોગ

    કંપનીએ જણાવ્યું છે કે આઈપીઓમાંથી મળનારી રકમનો ઉપયોગ કંપની વર્કિંગ કેપિટલની જરૂરિયાત પૂર્ણ કરવા માટે તેમજ સામાન્ય કોર્પોરેટ ઉદેશ્યોને પૂર્ણ કરવા માટે અને 120 નવા બ્રાન્ડ સ્ટોર ખોલવા માટે કરશે.
    Published by:Vinod Zankhaliya
    First published: