Go Fashion IPO: આવતીકાલે (17 નવેમ્બરે) ખુલશે આઈપીઓ, જાણો રોકાણ કરવું જોઈએ કે નહીં?

ગો ફેશન આઈપીઓ

Go Fashion IPO: ગો ફેશન ઇન્ડિયા લિમિટેડ (Go Fashion)નો 1,014 કરોડ રૂપિયાનો આઈપીઓ આવતીકાલે એટલે કે 17 નવેમ્બરના રોજ ખુલશે.

  • Share this:
    મુંબઈ: ગો કલર્સ બ્રાંડ (Go colours brand)ના નામથી કપડાં વેચતી કંપની ગો ફેશન ઇન્ડિયા લિમિટેડ (Go Fashion India Limited)નો 1,014 કરોડ રૂપિયાનો આઈપીઓ (Go Fashion IPO) આવતીકાલે એટલે કે 17 નવેમ્બરના રોજ ખુલશે. કંપનીએ પ્રાઇસ (Go Fashion IPO price band) બેન્ડ પ્રતિ શેર 655-690 રૂપિયા નક્કી કરી છે. કંપનીએ ગત શુક્રવારે જણાવ્યું હતું કે, આઈપીઓ 17મી નવેમ્બરના રોજ ખુલશે અને 22 નવેમ્બરના રોજ બંધ થશે. એન્કર રોકાણકારો માટે આ આઈપીઓ આજે ખુલી ગયો છે.

    125 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ

    કંપનીના જણાવ્યા પ્રમાણે 1014 કરોડ રૂપિયાના આઈપીઓમાં 125 કરોડ રૂપિયાના નવા ઇક્વિટી શેર (Equity shares) જાહેર કરવામાં આવશે. જ્યારે 888.6 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ (Offer for sale) હશે. ઑફર ફૉર સેલમાં કંપનીના વર્તમાન પ્રમોટર્સ અને શેરહોલ્ડર્સ આશરે 12,878,389 કરોડ ઇક્વિટી શેરનું વેચાણ કરશે.

    કંપનીના પ્રમોટર PKS પરિવાર ટ્રસ્ટ અને VKS ટ્રસ્ટ પોતાના 7.45 લાખ શેર વેચશે. જ્યારે કંપનીના રોકાણકારોમાં સામેલ સિકોઈયા કેપિટલ ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ IV પોતાના 74.98 લાખ શેર વેચશે. ઇન્ડિયા એડવાન્ટેઝ ફંડ S4 I 33.11 લાખ અને ડાયનામિક ઇન્ડિયા ફંડ S4I 5.76 લાખ શેર વેચશે.

    કેટલું રોકાણ કરવું પડશે?

    ગો ફેશન આઈપીઓમાં રોકાણકાર ઓછામાં ઓછા 21 શેરના એક લૉટ માટે બીડ કરી શકે છે. અપર પ્રાઇસ બેન્ડ પ્રમાણે રોકાણકારે ઓછામાં ઓછા 14,490 રૂપિયાનું રોકાણ કરવું પડશે. એક રોકાણકાર મહત્તમ 13 લૉટ માટે અરજી કરી શકે છે.

    આ પણ વાંચો: શેર વેચવા પર એ જ દિવસે પૈસા કેમ નથી મળતા? Zerodha સ્થાપક નીતિન કામતે જણાવ્યું કારણ

    આઈપીઓના નાણાનો ઉપયોગ

    કંપનીએ જણાવ્યું છે કે આઈપીઓમાંથી મળનારી રકમનો ઉપયોગ કંપની વર્કિંગ કેપિટલની જરૂરિયાત પૂર્ણ કરવા માટે તેમજ સામાન્ય કોર્પોરેટ ઉદેશ્યોને પૂર્ણ કરવા માટે અને 120 નવા બ્રાન્ડ સ્ટોર ખોલવા માટે કરશે.

    ગ્રે માર્કેટ પ્રીમિયમ (Go Fashion IPO GMP)

    માર્કેટ પર નજર રાખતા સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે ગો ફેશનના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 530 રૂપિયા છે. આ પ્રીમિયમ ગત દિવસ કરતા 100 રૂપિયા વધારે છે. સોમવારે ગો ફેશનનો શેર 430 રૂપિયાના પ્રીમિયમ પર અનલિસ્ટેડ માર્કેટમાં ટ્રેડ થઈ રહ્યો હતો. જે આજે 530 રૂપિયાના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. એટલે કે હાલ ગો ફેશનનો શેર ગ્રે માર્કેટમાં 1120 રૂપિયા (690+530) આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે, જે ઇશ્યૂ ભાવથી 75% વધારે છે. ગો ફેશન આઈપીઓ માટે કંપની એ 655-690 રૂપિયા પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.

    આ પણ વાંચો: Paytm IPO allotment: પેટીએમના શેરની ફાળવણી, બે રીતે જાણો તમને શેર લાગ્યા કે નહીં

    આઈપીઓ ભરવો કે નહીં?

    Profitmart Securitiesના અવિનાશ ગોરક્ષરનું કહેવું છે કે, "ગ્રે માર્કેટ પ્રીમિયમ પરથી એ વાત ચોક્કસપણ ન કહી શકાય કે આઈપીઓનું પ્રીમિયમ ભાવે લિસ્ટિંગ થશે. આથી રોકાણકારોએ કંપનીની નાણાકીય સ્થિતિ પર નજર કરવી જોઈએ. આ ઇશ્યૂ મહદઅંશે ઑફર ફૉર સેલ છે. 1013.61 કરોડ રૂપિયામાંથી ફક્ત 125 કરોડ રૂપિયાના જ ફ્રેશ શેર જાહેર કરવામાં આવશે. આઈપીઓનું વેલ્યૂએશન પણ ખૂબ વધારે લાગી રહ્યું છે. તાજેતરમાં ટેક્સટાઇલ સેક્ટરમાં બઝને પગલે બુલિશ ટ્રેન્ડ જોવા મળી શખે છે. આથી ફક્ત જીએમપી પર ધ્યાન આપવાને પદલે રોકાણકારો કંપનીની બેલેન્સસીટ પર પણ નજર કરે તે સલાહભર્યું છે."
    Published by:Vinod Zankhaliya
    First published: