Home /News /business /

Go Fashion IPOનું બમ્પર લિસ્ટિંગ: પ્રથમ દિવસે શેર 94% ઉછળ્યો, જેમને શેર લાગ્યા છે તેમણે શું કરવું?

Go Fashion IPOનું બમ્પર લિસ્ટિંગ: પ્રથમ દિવસે શેર 94% ઉછળ્યો, જેમને શેર લાગ્યા છે તેમણે શું કરવું?

ગો ફેશન આઈપીઓ

Go fashion IPO Bumper Listing: BSE પર ગો ફેશનનો શેર 1,316 રૂપિયા અને NSE પર 1310 રૂપિયા પર ખુલ્યો હતો.

    મુંબઈ: મહિલાઓ માટે કપડાં બનાવતી કંપની ગો ફેશન (Go Fashion)ના આઈપીઓનું મંગળવારે શેર બજારમાં ધમાકેદાર લિસ્ટિંગ (Go Fashion IPO listing) થયું હતું. લિસ્ટિંગના પ્રથમ દિવસે જ Go Fashionનો શેર 94.3 ટકા ઉછાળા સાથે 1,341 રૂપિયાના રેકોર્ડ હાઈ પર શેર પહોંચી ગયો હતો.  આજે એટલે કે 30 નવેમ્બરના રોજ ગો ફેશનના શેરનું 90% પ્રીમિયમ પર લિસ્ટિંગ  થયું હતું. ગો ફેશનના આઈપીઓની ઇશ્યૂ કિંમત 690 રૂપિયા હતી. BSE પર ગો ફેશનનો શેર 1,316 રૂપિયા અને NSE પર 1310 રૂપિયા પર ખુલ્યો હતો. ઉલ્લેખનીય છે કે લિસ્ટિંગના એક દિવસ પહેલા ગો ફેશનના શેરનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 65-70 ટકા હતું.

    બજાર નિષ્ણાતોનું કહેવું છે કે આઈપીઓને રોકાણકારો તરફથી મળેલી જોરદાર પ્રતિક્રિયા, કંપનીના વિકાસની મજબૂત સંભાવના, સારા મેનેજમેન્ટ અને ફેશનના બદલાઈ રહેલા ટ્રેન્ડ વચ્ચે નોકરીયાત મહિલાઓની સંખ્યામાં વધારો જેવા પાસાઓને ધ્યાનમાં લેતા આ શેરને લઈને બજારનું સેન્ટીમેન્ટ મજબૂત થયું છે.

    ધમાકેદાર લિસ્ટિંગ પછી કિંમતમાં ઘટાડો

    જોકે, લિસ્ટિંગ બાદ શેરની કિંમતમાં થોડો ઘટાડો આવ્યો હતો. BSE પર આ શેર 81.54 ટકાના વધારા સાથે 1252.60 રૂપિયા અને NSE પર આ શેર 81.70 ટકાની તેજી સાથે 1253.70 રૂપિયા પર બંધ રહ્યો હતો.

    નિષ્ણાતોની સલાહ (Experts on Go Fashion Shares)

    ગો ફેશનના શેર અંગે બજાર નિષ્ણાતોનું કહેવું છે કે લાંબા સમય સુધી ટકી રહેવા માંગતા રોકાણકારોએ આ રોકાણ જાળવી રાખવું જોઈએ. લિસ્ટિંગ ગેન માટે આઈપીઓ ભર્યો હોય તેવા રોકાણકારોને નફા વસૂલીની સલાહ આપવામાં આવી છે.

    Swastika Investmentના રિસર્ચ હેડ સંતોષ મીણાએ જણાવ્યું કે, "ગો કલર્સ (બ્રાન્ડ નેમ) પાસે મજબૂત બ્રાન્ડ વેલ્યૂ છે. જોકે, તેની કમાણીમાં વધારે-ઘટાડો જોઈ શકાય છે. નાણાકીય વર્ષ 2021માં કંપની ખોટમાં રહી હતી. જેવી રીતે ફેશનનું ચલણ વધી રહ્યું છે તેની સાથે સાથે નોકરીયાત મહિલાઓની સંખ્યા વધી રહી છે. આ વાત પરથી આશા રાખી શકાય કે કંપનીનો વિકાસ સારો થશે. કંપની પાસે મજબૂત મેનેજમેન્ટ ટીમ છે. આશા રાખીએ કે આ ટીમ ખૂબ સારું પ્રદર્શન કરશે."

    સંતોષ મીણાનું કહેવું છે કે, જેમને શેર લાગ્યા છે તેવા રોકાણકારો 1,000 રૂપિયાના સ્ટૉપલૉસ સાથે લાંબા સમય માટે શેર રાખી શકે છે. જ્યારે જોખમ લેવા ન માંગતા રોકાણકારો હાલ નફા વસૂલી કરી શકે છે, અને બાદમાં શેરની કિંમતમાં ઘટાડો થાય છે તો ખરીદી કરી શકાય છે.

    લૉંગ ટર્મ રોકાણકારો રોકાણ જાળવી રાખે

    Mehta Equitiesના વાઇસ પ્રેસિડેન્ટ (રિસર્ચ) પ્રશાંત તાપસેએ પણ લૉંગ ટર્મ રોકાણકારોને શેર જાળવી રાખવાની સલાહ આપી છે. તેમનનું કહેવું છે કે, "જેમાં ગ્રોથની સંભાવના હોય તેવી કંપનીઓ હંમેશા સારો દેખાવ કરે છે. મહિલાઓની બૉટમ વિયર ઇન્ડસ્ટ્રીઝ સૌથી વધારે ઝડપે આગળ વધતી સંગઠિત ઇન્ડસ્ટ્રી છે. આગામી 2-3 વર્ષમાં તેમાં 24.3 ટકા વાર્ષિક દરે વિકાસ થવાની આશા છે. અમારું માનવું છે કે ગો ફેશન આ તકનો ફાયદો ઉઠાવવાની સ્થિતિમાં છે."

    આ પણ વાંચો: શું તમે પણ IPOમાં નાણા રોકવા જઈ રહ્યા છો? જરા થોભો, આ વાતો તપાસ્યા બાદ જ કરો રોકાણ

    ગો ફેશન આઈપીઓ

    ગો કલર્સ બ્રાન્ડ (Go colors brand) હેઠળ મહિલાઓના કપડાં વેચતી કંપની ગો ફેશન (ઇન્ડિયા) લિમિટેડનો આઈપીઓ (Go Fashion India ltd) 17 નવેમ્બરના રોજ ખુલ્યો હતો અને 22મી નવેમ્બરના રોજ બંધ થયો હતો. ગો ફેશનનો આઈપીઓ ત્રણ દિવસમાં 135.46 ગણો (Go fashion IPO subscription) ભરાયો હતો. ₹1,013.6 કરોડ રૂપિયાના આઈપીઓને 80,79,491 શેરની સામે 1,09,44,34,026 શેરની અરજી મળી છે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ (Go Fashion IPO price band) બેન્ડ પ્રતિ શેર 655-690 રૂપિયા રાખી હતી.

    રિટેલ હિસ્સો 49.70 ગણો ભરાયો

    ગો ફેશન આઈપીઓ ભરણા માટે ખુલ્યાની કલાકોમાં જ સપૂર્ણ રીતે ભરાઈ ગયો હતો. નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત હિસ્સો 262.08 ગણો ભરાયો હતો. જ્યારે ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશન બાયર્સ (QIBs) માટે અનામત હિસ્સો 100.73 ગણો ભરાયો હતો. રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવેલો હિસ્સો 49.70 ગણો ભરાયો હતો.

    આ પણ વાંચો: Star Health IPO: રાકેશ ઝુનઝુનવાલાની ભાગીદારી વાળી સ્ટાર હેલ્થનો IPO ખુલ્યો, તમારે રોકાણ કરવું જોઈએ કે નહીં?

    125 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ

    કંપનીના જણાવ્યા પ્રમાણે 1,014 કરોડ રૂપિયાના આઈપીઓમાં 125 કરોડ રૂપિયાના નવા ઇક્વિટી શેર (Equity shares) જાહેર કરવામાં આવશે. જ્યારે 888.6 કરોડ રૂપિયાના શેર ઑફર ફૉર સેલ (Offer for sale) હશે. ઑફર ફૉર સેલમાં કંપનીના વર્તમાન પ્રમોટર્સ અને શેરહોલ્ડર્સ આશરે 12,878,389 કરોડ ઇક્વિટી શેરનું વેચાણ કરશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Investment, IPO, Share market

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन