TPG-Reliance Retail Deal: ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ કંપની TGP, Reliance Retailમાં 1837.5 કરોડનું રોકાણ કરશે

TPG-Reliance Retail Deal: ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ કંપની TGP, Reliance Retailમાં  1837.5 કરોડનું રોકાણ કરશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીસના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીની ફાઇલ તસવીર

TPG-Reliance Retail Deal: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબ્સિડરી કંપની રિલાયન્સ રિટેલમાં ટીજીપીનું મોટું રોકાણ આવશે, જાણો આ ડીલની મુખ્ય વાતો

  • Share this:
    નવી દિલ્હી : વિશ્વની જાણીતી ઇન્વેસ્ટમેન્ટ ફર્મ TGP દ્વારા રિલાયન્સ રિટેલ (Reliance Retail)માં રોકાણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. TGP 0.41 ટકાની ભાગીદારી માટે 1837.50 કરોડ રૂપિયાનું રોકારણ રિલાયન્સ રિટેલમાં કરશે. રિલાયન્સ રિટેલમાં આ અત્યારસુધીનું 7મું રોકાણ છે. કંપનીએ 7.28 ટકાનો હિસ્સો વેચીને અત્યારસુધીમાં 32,197.50 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે. અબુધાબીની મુબાદલા ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ રિલાયન્સ રિટેલ વેન્ચરમાં 6,247.5 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી.

    TPG-Reliance Retail Deal : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીસના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી (Mukesh Ambani, Chairman and Managing Director of Reliance Industries)એ જણાવ્યું કે, હું રિલાયન્સ રિટેલ વેન્ચર્સના વેલ્યૂએબલ રોકાણકાર તરીકે ટીજીપીનું સ્વાગત કરું છું. ટીજીપીના સહકાર અને ગાઇડન્સથી કંપનીને આગળ વધવામાં મદદ મળશે.



    TPGના સીઈઓ જિમ કૂલ્ટર (Jim Coulter, Co-CEO of TPG)એ જણાવ્યું કે રેગ્યુલેટરી બદલાવ, ગ્રાહકોની ભૌગોલિકતા, ટેકનોલોજીના વ્યાપના કારણે ભારતમાં રિટેલ ચેન ખૂબ આકર્ષક બનતી જઈ રહી છએ. એક અવિશ્વસનીય મજબૂતાઈથી ચોક્કસ લીડર તરીકે અમે રિલાયન્સ રિટેલ સાથે જોડાવા બદલ ઉત્સાહિત છીએ

    રિલાયન્સ રિટેલમાં રોકાણનો ગ્રાફ


    કુલ રોકાણ 32 હજાર કરોડને પાર - રિલાયન્સ રિટેલમાં કુલ રોકાણ 32 હજાર કરોડને વટાવી ગયું છે. રિલાયન્સ રિટેલમાં, સિલ્વર લેકએ 7,500 કરોડનું રોકાણ કર્યું છે અને કેકેઆરએ 5,500 કરોડનું રોકાણ કર્યું છે. આ બંને સમાન કંપનીઓ છે જેમણે રિલાયન્સ જિઓમાં રોકાણ કર્યું છે.

    વિશ્વના મોટા ખાનગી ઇક્વિટી ફંડ્સ હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર આધાર રાખે છે, તેથી તેઓ રિલાયન્સ કંપનીઓમાં રોકાણ કરે છે. રિલાયન્સ રિટેલ વેન્ચરનું હાલમાં વેલ્યુએશન 4.28 લાખ કરોડ છે, જેના પર આ કંપનીઓ રોકાણ કરી રહી છે.
    Published by:Jay Mishra
    First published:October 03, 2020, 08:15 am

    ટૉપ ન્યૂઝ