GIC-Reliance Deal: રિલાયન્સ રિટેલમાં 5512 કરોડ રૂપિયાનું રોકાણ કરશે સિંગાપુરની મોટી ઇન્વેસ્ટમેન્ટ ફર્મ GIC

મુકેશ અંબાણી, ચેરમેન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ.

GIC-Reliance Deal: સિંગાપુરની મોટી ઇન્વેસ્ટમેન્ટ ફર્મ કંપની GICએ રિલાયન્સ રિટેલ (Reliance Retail)માં 5512.50 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે.

  • Share this:
    નવી દિલ્હી: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ વેન્ચર રિલાયન્સ રિટેલ (Reliance Retail)માં GIC 1.22 ટકા ભાગીદારી કુલ 5512 કરોડ રૂપિયામાં ખરીદશે. આ પહેલા અબૂધાબી સ્થિત સૉવરેન ફંડ મુબાડાલા ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ પણ રિલાયન્સ રિટેલમાં 6,247.5 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. આ રોકાણ સાથે તે રિલાયન્સ રિટેલ વેન્ચરમાં 1.4 ટકા હિસ્સો ખરીદશે. રિલાયન્સ રિટેલમાં કુલ રોકાણ 32 હજાર કરોડને પાર થઈ ગયું છે. કંપનીને 7.28 ટકા ભાગીદારી વેચીને કુલ 32,197.50 કરોડ રૂપિયા એકઠા કર્યાં છે. વૈશ્વિક સ્તર પર પ્રમુખ ખાનગી ઇક્વિટી ફંડ આ સમયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર વિશ્વાસ મૂકી રહ્યા છે, આ કારણે જ રિલાયન્સની બીજી કંપનીઓમાં રોકાણ કરી રહી છે. રિલાયન્સ રિટેલ વેન્ચરનું વર્તમાન મૂલ્ય 4.28 લાખ કરોડ રૂપિયા છે, જેના પર આ કંપનીઓ રોકાણ કરી રહી છે.

    GIC-Reliance Deal બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યુ કે, રિલાયન્સ રિટેલ પરિવારને GICનું સ્વાગત કરતા ખુશી થઈ રહી છે. દુનિયાભરમાં લાંબાગાળાના સફળ રોકાણના ચાર દશકા સુધીના પોતાના ટ્રેડ રેકોર્ડ જાળવી રાખનારી GIC હવે રિલાયન્સ રિટેલ સાથે ભાગીદારી કરી રહી છે. હું આ વાતથી ખૂબ ખુશ છું. જીઆઈસીનું વૈશ્વિક નેટવર્ક અને લાંબાગાળાની ભાગીદારીનો ટ્રેક રેકોર્ડ ભારતીય રિટેલમાં પરિવર્તન માટે અમૂલ્ય રહેશે.



    રિલાયન્સ રિટેલ અંગે: દેશમાં સંગઠિત રિટેલ કારોબારમાં રિલાયન્સે 2006માં પ્રવેશ કર્યો હતો. સૌથી પહેલા કંપનીએ હૈદરાબાદમાં રિલાયન્સ ફ્રેશ સ્ટોર ખોલ્યો હતો. કંપનીનો વિચાર હતો કે નજીકના બજારમાંથી ગ્રાહકોને કરિયાણું અને શાકભાજી ઉપલબ્ધ કરાવવી. 25,000 કરોડ રૂપિયાની શરૂઆતથી કંપનીએ કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ, ફાર્મસી અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવવાની શરૂઆત કરી હતી. જે બાદમાં કંપનીએ ઇલેક્ટ્રોનિક્સ, ફેશન અને કેશ એન્ડ કેરી બિઝનેસમાં પણ પ્રવેશ કર્યો હતો.

    ઇલેક્ટ્રૉનિક રિટેલ ચેન કંપનીએ 2007માં લૉંચ કરી હતી. જે બાદમાં 2008થી 2011 સુધી રિલાયન્સ ફેશન અને હોલસેલ બિઝનેસમાં રિલાયન્સ ટ્રેન્ડ્સ અને રિલાયન્સ માર્કેટમાં પ્રવેશ કર્યો હતો. 2011 સુધી રિલાયન્સ રિટેલના સેલ્સ મારફતે કમાણી 1 અબજ ડૉલરને પાર પહોંચી ગઈ હતી. રિલાયન્સ રિટેલની નજર લાખો ગ્રાહકો અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમોને મજબૂત બનાવવા તેમજ વૈશ્વિક અને ઘરેલૂ કંપનીઓ સાથે ભાગીદારી કરીને ભારતીય રિટેલ ક્ષેત્રને સંગઠિત કરવા પર છે.

    ડિસ્ક્લેમર: ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટ્મેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: