Global AI Summit RAISE 2020: મુકેશ અંબાણીએ કહ્યું - હવે દેશો વચ્ચે ડિજિટલ કેપિટલને લઈને થશે પ્રતિસ્પર્ધા

News18 Gujarati
Updated: October 5, 2020, 10:21 PM IST
Global AI Summit RAISE 2020: મુકેશ અંબાણીએ કહ્યું - હવે દેશો વચ્ચે ડિજિટલ કેપિટલને લઈને થશે પ્રતિસ્પર્ધા
મુકેશ અંબાણીએ કહ્યું - હવે દેશો વચ્ચે ડિજિટલ કેપિટલને લઈને થશે પ્રતિસ્પર્ધા

સમિટ દરમિયાન રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે આ સમયે ભારત પાસે એવા સાધન ઉપલબ્ધ છે જેમની મદદથી આપણે આર્ટિફિશિયલ સેક્ટરમાં વર્લ્ડ લીડર બની શકીએ છીએ.

  • Share this:
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (AI)પર પાંચ દિવસના ગ્લોબલ વર્ચ્યુઅલ સમિટનું ઉદ્ઘાટન (Global AI Summit RAISE 2020) કર્યું હતું. ‘રિસ્પોન્સિબલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર સોશિયલ એમ્પાવરમેન્ટ’ કે RAISE 2020નું આયોજન ઉદ્યોગ અને શિક્ષણ વિભાગના પાર્ટનરશિપ સાથે કરવામાં આવી રહ્યું છે. આ સમિટનું લક્ષ્ય સ્વાસ્થ્ય, શિક્ષણ અને કૃષિ ક્ષેત્રોમાં પરિવર્તન લાવવાનું છે. સમિટ દરમિયાન રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ (Mukesh Ambani)કહ્યું કે આ સમયે ભારત પાસે એવા સાધન ઉપલબ્ધ છે જેમની મદદથી આપણે આર્ટિફિશિયલ સેક્ટરમાં વર્લ્ડ લીડર બની શકીએ છીએ.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ માટે કાચો માલ હોય છે ડેટા

મુકેશ અંબાણીએ કહ્યું કે ગ્લોબલ સમિટ પીએમ મોદીના વિઝનનું ઉદાહરણ છે. ડેટા આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (AI)માટે કાચો માલ છે. આ રાષ્ટ્રની મહત્વની સંપત્તિ છે. આ યોગ્ય સમય છે અને આપણી પાસે બધા સાધન તૈયાર છે. જેમાં ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ સેક્ટરમાં વર્લ્ડ લીડરની જેમ કામ કરી શકે છે. ભારતના યુવા, ઇન્ડસ્ટ્રી અને આખો દેશ આ એજન્ડાને લાગુ કરવા માટે તૈયાર છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સને પ્રોત્સાહન આપે. દેશ એ દરેક એજન્ડાને લાગુ કરવા તૈયાર છે જે દેશને મજબૂત અને નયા ભારત બનાવવા માટે કામ કરે. આ પ્રસંગે પ્રોફેસર રાજ રેડ્ડીએ કહ્યું કે હું મુકેશ અંબાણીને ધન્યવાદ આપવા માંગું છું કે તેમણે ઘર-ઘર સુધી ફાઇબર પહોંચાડવાની શરૂઆત કરી છે.

આ પણ વાંચો - AI RAISE 2020 : પ્રધાનમંત્રી મોદીએ કહ્યું - અમે ઇચ્છીએ છીએ કે ભારત AI માટે ગ્લોબલ હબ બને

90 ટકાથી વધારે લોકો સુધી પહોંચાડવામાં આવી ચૂક્યુ બ્રોડબેન્ડ

રિલાયન્સના ચેરમેને કહ્યું કે 6 વર્ષ પહેલા પીએમ મોદીએ ડિજીટલ ઇન્ડિયા અભિયાનની શરૂઆત કરી હતી અને તેને દેશની શીર્ષ પ્રાથમિકતા બનાવી હતી. તેના શાનદાર પરિણામ સામે આવ્યા છે. દેશમાં 99 ટકાથી વધારે નાગરિકો સુધી 4G બ્રોડબેન્ડ પહોંચાડવામાં આવી ચૂક્યો છે. મોબાઇલ ડેટા ઉપયોગના મામલે ભારત 155 ક્રમાંકેથી નંબર વન પર આવી ચૂક્યું છે. 5Gને લઈને પુરી તૈયારી છે. તેમાં ભારત આ સેક્ટરમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવી રાખશે. ભારતનેટ પહેલ દ્વારા દરેક ઘર અને કાર્યાલયને ઇન્ટરનેટથી જોડવાને પ્રાથમિકતા આપવામાં આવી છે. તે અંતર્ગત દેશના શહેરો અને કસ્બામાં જ નહીં 6 લાખ ગામડાને પણ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક દ્વારા જોડવાનું કામ જારી છે. તેનાથી ભારત ફિક્સ્ડ બ્રોડબેન્ડ સેવાના મામલામાં દુનિયાના શીર્ષ દેશોમાં સામેલ થશે.આવનાર સમયમાં દેશ ડિજિટલ કેપિટલ પર કરશે પ્રતિસ્પર્ધા

મુકેશ અંબાણીએ કહ્યું હતું કે મેક ઇન ઇન્ડિયા (Make in India)દ્વારા આપણે દેશમાં ડિજિટલ ડિવાઇસ, સેન્સર અને બીજા ઉપકરણોનું અર્ફોડેબલ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા તૈયાર કરી રહ્યા છીએ. આટલું જ નહીં ભારત વર્લ્ડ ક્લાસ ડેટા સેન્ટર્સની મદદથી કોમ્પ્યુટર પાવરના મામલે દુનિયાનું નેતૃત્વ કરી રહ્યો છે. મોર્ડન ટેકનોલોજીની મદદથી પ્રોડક્ટિવિટીને પ્રોત્સાહન મળી રહ્યું છે. દેશની અર્થવ્યવસ્થાના બધા સેક્ટરોમાં અપ્રત્યાશિત સ્તર પર ક્ષમતા વધી છે. તેમણે કહ્યું કે પહેલા દેશ ફિજિકલ કેપિટલ, ફાઇનાન્સિયલ કેપિટલ, હ્યુમન કેપિટલ અને ઇન્ટેલેક્યુઅલ કેપિટલના સ્તર પર પ્રતિસ્પર્ધા કરી રહ્યા હતા. આવનાર સમયમાં રાષ્ટ્ર ડિજિટલ કેપિટલ પર પ્રતિસ્પર્ધા કરશે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું - અમે ઇચ્છીએ છીએ કે ભારત AI માટે ગ્લોબલ હબ બને

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ એક ઘણું સારું પગલું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ પર ખુલીને વાત કરવામાં આવે. ટેકનિકે આપણા કામ કરવાના સ્થળને બદલી દીધું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ માણસની બુદ્ધિજીવિતા માટે પુરુસ્કાર છે જે ટૂલ અને ટેકનોલોજી બનાવવામાં માણસની મદદ કરે છે. ભારતમાં આપણે અનુભવ કર્યો છે કે ટેકનિક પારદર્શિતા અને સર્વિસ ડિલિવરીમાં સુધાર કરે છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં દુનિયાનો સૌથી મોટો આઈડી સિસ્ટમ યૂનિક આઈડેન્ટીટી સિસ્ટમ આધાર, આપણી પાસે સૌથી ઇનોવેટિવ ડિજીટલ પેમેન્ટ સિસ્ટમ યૂપીઆઈ છે. ભારત ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કને વધારી રહ્યું છે જેનો ઉદ્દેશ્ય ગામડાઓમાં પણ ઝડપથી ઇન્ટરનેટ પહોંચાડવાનો છે. અમે ભારતને એઆઈના ક્ષેત્રમાં ગ્લોબલ લીડર બનાવવા માંગીએ છીએ.
Published by: Ashish Goyal
First published: October 5, 2020, 10:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading