Glenmark Life Sciences IPO: કમાણી કરવાની વધુ એક તક, રૂ. 13,900નું રોકાણ કરીને મેળવી શકાશે સારુ રિટર્ન

પ્રતિકાત્મક તસવીર

ગ્લેનમાર્ક લાઈફ સાયન્સનો આઈપીઓ (Glenmark Life Sciences IPO) આજથી સબસ્ક્રિપ્શન માટે ખુલી ગયો છે. આ IPO ઈશ્યૂ કરીને કંપની રૂ. 1,514 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે

  • Share this:
Stock Market : જો તમે શેર બજાર (Share Bazar)માં રૂપિયા રોકવા માટેની યોજના બનાવી રહ્યા છો તો આજથી શેરબજારમાંથી કમાણી કરવાની એક વધુ એક તક આવી ગઈ છે. ગ્લેનમાર્ક લાઈફ સાયન્સનો આઈપીઓ (Glenmark Life Sciences IPO) આજથી સબસ્ક્રિપ્શન માટે ખુલી ગયો છે. આ IPO ઈશ્યૂ કરીને કંપની રૂ. 1,514 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ IPOની મદદથી રૂ. 1,060 કરોડના ફ્રેશ ઈશ્યૂ જાહેર કરવામાં આવશે. રૂ. 453 કરોડના શેર ઓફર ફોર સેલના માધ્યમથી વેચવામાં આવશે.

ઈશ્યૂના 50 ટકા ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ, 15 ટકા નોન-ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ અને 35 ટકા રિટેઈલ રોકાણકાર માટે રિઝર્વ છે.

ગ્લેનમાર્ક લાઈફ સાયન્સ આઈપીઓ (Glenmark Life Sciences IPO)

ગ્લેનમાર્ક લાઈફ સાયન્સ આઈપીઓ (Glenmark Life Sciences IPO) 27 જુલાઈથી 29 જુલાઈ સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. IPO માટે શેરની કિંમત રૂ. 695-720 નક્કી કરવામાં આવી છે. Glenmark Life Sciencesના IPO માટે 20 શેરનો એક લૉટ હશે. રોકાણકારોએ ઓછામાં ઓછો એક લૉટ ખરીદવાનો રહેશે. આ IPO માટે રોકાણકારોએ રૂ.13,900નું રોકાણ કરવું પડશે. રોકાણકાર વધુમાં વધુ 13 લૉટ ખરીદી શકે છે, એટલે કે વધુમાં વધુ રૂ. 1,80,700નું રોકાણ કરી શકાય છે.

રોકાણકારોએ શું કરવું જોઈએ?

ફાયનાન્શિયલ એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર જિયોજિત ફાયનાન્શિયલ સર્વિસીઝના એનાલિસ્ટ જણાવે છે, કે “અમે લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને આ IPO ખરીદવાની સલાહ આપીએ છીએ. R&D પર કંપનીનું ધ્યાન, ખર્ચાઓ અંગેની યોજના, CDMOમાં ગ્રોથની સંભાવના અને કંપનીના કોમ્પલેક્સ API પોર્ટફોલિયોને ધ્યાનમાં રાખતા લાંબા ગાળાના હિસાબે આ કંપનીમાં રોકાણ કરી શકાય છે.”

કંપનીનો કારોબાર કેવો છે

કંપનીના કારોબાર વિશેની વાત કરવામાં આવે તો નાણાકીય વર્ષ 2020માં કંપનીની કુલ આવક રૂ. 1,549.30 કરોડ હતી. આ સમયગાળા દરમિયાન કંપનીના નેટ પ્રોફિટની વાત કરવામાં આવે તો તે રૂ. 195.59 કરોડના મુકાબલે રૂ. 313.10 કરોડ હતો.

આ પહેલા 28 IPO આવી ચૂક્યા છે

વર્ષ 2021માં આ બે IPO પહેલા 28 IPO આવી ચૂક્યા છે. જુલાઈ મહિનામાં ક્લીન સાયન્સ એન્ડ ટેકનોલોજી, જીઆર ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ, ઝોમેટો, તત્વ ચિંતન ફાર્મા અને ગ્લૈંડ ફાર્માના IPO આવી ચૂક્યા છે. આ વર્ષે રોકાણકારોએ IPO માર્કેટમાંથી બંપર કમાણી કરી છે.

(નોંધ- શેર માર્કેટમાં રોકાણ કરવું તે જોખમ પર આધારિત છે. રોકાણકારોએ માર્કેટમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લઈ લેવી. News18.com તરફથી કોઈપણ પ્રકારનું રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.)
First published: