Glenmark Life Sciences IPO: શેરનું અલોટમેન્ટ આજે થાય તેવી શક્યતા, શેર લાગ્યા કે નહીં તે આ રીતે ચકાશો

પ્રતિકાત્મક તસવીર

Glenmark Life Sciences IPO Allotment: ગ્લેન લાઇફના 1513.6 કરોડ રૂપિયાના પબ્લિક ઇશ્યૂને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. આઈપીઓ 44.17 ગણો છલકાયો છે.

  • Share this:
    Glenmark Life Sciences IPO Allotment: ગ્લેનમાર્ક લાઇફનો શેર આ અઠવાડિયે શેર બજાર પર લિસ્ટ થશે. ગત અઠવાડિયે તત્વ ચિંતનનું બમ્પર લિસ્ટિંગ થયા બાદ છઠ્ઠી ઓગસ્ટના રોજ બીજી ફાર્મા કંપની શેર બજારમાં લિસ્ટ થશે. Glenmark Life Sciencesના આઈપીઓના શેરની ફાળવણી આજે કરવામાં આવે તેવી શક્યતા છે. ચોથી ઓગસ્ટથી જેમને શેર નથી લાગ્યા તેમને રિફંડ (Refund) મળી જશે. જેમને શેર લાગ્યા છે તેમના ડિમેટ એકાઉન્ટ (Demat Account)માં પાંચમી ઓગસ્ટના રોજ શેર જમા થઈ જશે. ગ્લેન લાઇફના 1513.6 કરોડ રૂપિયાના પબ્લિક ઇશ્યૂને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. આઈપીઓ 44.17 ગણો છલકાયો છે. જેમાંથી સંસ્થાકીય રોકાણકારો માટે અનામત હિસ્સો 36.97 ગણો બીન-સંસ્થાકીય રોકાણકારો માટે અનામત હિસ્સો 122.54 ગણો છલકાયો છે. જ્યારે રિટેલ હિસ્સો 14.63 ગણો છલકાયો છે.

    કંપની શેરનું અલોટમેન્ટ (Glenmark Life Sciences IPO Allotment) ત્રીજી ઓગસ્ટ એટલે કે આજે નક્કી કરશે. કંપની તરફથી નક્કી થયા બાદ જે લોકોએ આઈપીઓ ભર્યો છે તેઓ બીએસઈની વેબસાઇટ અને કંપની રજીસ્ટ્રારની વેબસાઇટ મારફતે તેમને શેરની ફાળવણી થઈ છે કે નહીં તે જાણી શકે છે. બીએસઈની વેબસાઇટ મારફતે અલોટમેન્ટ સ્ટેટસ ચેક કરવા માટે બીએસઈની વેબસાઇટ (bseindia.com/investors/appli_check.aspx) પર જવાનું રહેશે.

    આ પણ વાંચો: બેંક બેલેન્સ રાખો તૈયાર! આ અઠવાડિયે ખુલશે 4 IPO, જાણો કઈ કંપનીમાં રોકાણ કરવા જેવું છે?

    BSE પર Glenmark Life Sciences IPO Status તપાસો:

    1) બીએસઈની વેબસાઈટ પર જાઓ.
    2) ઇશ્યૂ ટાઇપમાં Equity પસંદ કરો.
    3) Issue Name તરીકે Glenmark Life Sciences LTD પસંદ કરો.
    4) તમારો PAN નંબર દાખલ કરો.
    5) 'I'm not a robot' પર ક્લિક કરો.
    6) 'Submit' બટન પર ક્લિક કરો.

    આ પણ વાંચો: ત્રીજી ઓગસ્ટ, 2021: આજે આ 20 શેરમાં કરો મોટી કમાણી, ભાવ વધે કે ઘટે, તમારો ફાયદો પાક્કો!

    KFintech પર આ રીતે સ્ટેટસ તપાસો:

    બીએસઈ ઉપરાંત કંપનીની રજીસ્ટ્રાર વેબસાઇટ KFintech (ris.kfintech.com/ipostatus/ipos.aspx) પર પણ તમે આઈપીઓ સ્ટેટસ જોઈ શકો છો. આ માટે તમારે વેબસાઇટ પર જવાનું રહેશે.

    આ રીતે તપાસો

    1) KFintech પર જાઓ.
    2) 1, 2, 3 અથવા 4 લીંક પર ક્લિક કરો.
    3) IPO નામ તરીકે Glenmark Life Sciences IPO પસંદ કરો.
    4) એપ્લિકેશનનો પ્રકાર પસંદ કરો.
    5) આઈપીઓ એપ્લિકેશન નંબર દાખલ કરો.
    6) સુરક્ષા કોડ અથવા કેપ્ચા દાખલ કરો
    7) 'Submit' બટન પર ક્લિક કરતા તમને સ્ટેટસ જોવા મળશે.
    Published by:Vinod Zankhaliya
    First published: