નવી દિલ્હીઃ દિવાળીનો તહેવાર જતો રહ્યો અને હવે ભાઈબીજની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓને રાખડી નથી બાંધતી પણ તેની સુરક્ષા માટે પૂજા-અર્ચના કરે છે. ભાઈ પણ તેમની બહેનોને ભેટ આપે છે. આ ભાઈબીજે જો તમે પણ તમારી બહેનોને કંઈક અલગ જ ભેટ આપવાનું વિચારી રહ્યા હોવ તો, એવી ફાઈનાન્સિયલ ભેટ આપો જે તેમને જીવનભર કામ લાગે.
ટર્મ ઈન્શ્યોરન્સની મજબૂત દિવાલ
તમારી બહેનના આર્થિક ભવિષ્યને મજબૂત બનાવવા માંગો છો, તે ટર્મ ઈન્શ્યોરન્સની ભેટ આપી શકો છો. તે માત્ર એક વીમા ઉત્પાદન નથી, પરંતુ આર્થિક સુરક્ષાની એવી મજબૂત દિવાલ છે, જે કોઈ પણ આપાતકાલીન સ્થિતિમાં તેને વિખરવા દેતી નથી. તમારી બહેનનો પૂરો પરિવાર તેની હેઠળ સુરક્ષિત અનુભવે છે. ટર્મ ઈન્શ્યોરન્સમાં 1 કરોડ રૂપિયા સુધીનું કવરેજ માત્ર સામાન્ય પ્રીમિયમ પર મળે છે, તો આ ભાઈબીજ પર તમારા માટે સારો વિકલ્પ બની શકે છે.
સ્વાસ્થ્ય વીમાથી જોખમ ઓછું થશે
બહેનને ભેટના રૂપમાં બીજી સારી ભેટ સ્વાસ્થ્ય વીમાની હોઈ શકે છે. તમારી બહેન અને તેના પરિવારને આ ભેટથી પોતાને સુરક્ષિત અનુભવશે. કોરોનાકાળમાં પૂરી દુનિયાએ જોયું છે કે, કઈ રીતે મુશ્કેલી એક પરિવારને આર્થિક રૂપથી તોડી શકે છે. એવામાં એક સારો સ્વાસ્થ્ય વીમો ન માત્ર બહેનને સુરક્ષિત રાખશે, પરંતુ આપાતકાલીન સ્થિતિમાં તેના પર કોઈ આર્થિક ભાર નહિ પડવા દે.
તમારી બહેન નાની છે, તો તેને પ્રેમની સાથે તમારી મદદની પણ જરૂર હશે. તમારી બહેનના નામે સુકન્યા સમૃદ્ધિનું ખાતુ ખોલાવો અને મજબૂત આર્થિક ભવિષ્યનો પાયો નાખી શકો છો. આમાં તમારા તરફથી જમા કરવામાં આવેલી રકમમા બહેન મોટી થવાના સાથે વધતી રહેશે અને તે પુખ્ત થવા પર લગ્ન કે તેની શિક્ષા બંને લક્ષ્યો તેનાથી પૂરા થઈ જશે.
બહેનને ભવિષ્યમાં કોઈ મુશ્કેલીથી બચાવવા કે આર્થિક સંકટમાંથી નીકાળવા માટે એક ફંડ તૈયાર કરવું એક સારો વિકલ્પ છે. આ હેઠળ તમે તમારી બહેનના નામે બેંકમાં એફડી ખોલાવી શકો છો. જ્યારે શેર બજારની સમજણ હોય તો, બહેન માટે એક શેર પણ ખરીદી શકો છો. ઈક્વિટીમાં રૂપિયા લગાવવાનું જોખમ ઉઠાવવા ન માંગતા હોવ તો, મ્યુચ્યુઅલ ફંડ એક સારો વિકલ્પ છે.
ડિજિટલ સોનું ભેટમાં આપી શકો છો
બહેનને ભેટમાં સોનું આપવુ હંમેશાથી એક સારો વિકલ્પ રહ્યો છે. છોકરીઓને સોનાના ઘરેણાં ખૂબ જ પસંદ હોય છે અને તેના દ્વારા તમે તેને મજબૂત આર્થિક મંચ પણ ઉપલબ્ધ કરાવી શકો છો. તેને ભવિષ્યમાં જરૂર પડવા પર આ જ સોનું કામમાં આવી શકે છે. તમે ઈચ્છો તો ડિજિટલ સોનું પણ ભેટમાં આપી શકો છો. તેના માટે ગોલ્ડ ઈટીએફ એક સારો વિકલ્પ છે. તે 100 ટકા સાચું સોનું હોય છે અને તે સુરક્ષિત પણ હોય છે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર