Ginger Hotels IPO: ટાટા ગ્રુપની હોટેલ કંપની પોતાની જીંજર બ્રાન્ડ માટે લાવશે IPO, જાણો ડિટેલ્સ

Ginger Hotels IPO: ટાટા ગ્રુપની હોટેલ કંપની પોતાની જીંજર બ્રાન્ડ માટે લાવશે IPO, જાણો ડિટેલ્સ
પ્રતિકાત્મક તસવીર

Ginger Hotels IPO : હવે ટાટા ગ્રુપની ઓનરશીપવાળી ઇન્ડિયન હોટેલ કંપની(IHCL) પોતાની જીંજર બ્રાન્ડ માટે આઇપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. જે અંતર્ગત કંપની ઓછામાં ઓછા એક ઇન્વેસ્ટરને એક્ઝિટ રૂટ આપવાની તૈયારીમાં છે.

  • Share this:
    આ વર્ષ અત્યાર સુધી IPO માટે ખૂબ સારું રહ્યું છે. સતત એક બાદ એક નવા આઇપીઓ માર્કેટમાં આવી રહ્યા છે. હવે ટાટા ગ્રુપની ઓનરશીપવાળી ઇન્ડિયન હોટેલ કંપની(IHCL) પોતાની જીંજર બ્રાન્ડ માટે આઇપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. જે અંતર્ગત કંપની ઓછામાં ઓછા એક ઇન્વેસ્ટરને એક્ઝિટ રૂટ આપવાની તૈયારીમાં છે. Ginger પ્રોપર્ટીઝનું સંચાલન કરનાર રૂટ્સ કોર્પોરેશન લિમિટેડ (RCL)માં IHCLની 67 ટકા ભાગીદારી છે. જીંજર ભારતની સૌથી મોટી હોટેલ બ્રાન્ડમાંથી એક છે.

    IHCLના એક સીનિયર એક્ઝિક્યૂટિવે જણાવ્યું કે, એક થર્ડ પાર્ટી પ્રાઇવેટ ઇક્વિટી ફંડ ટાટા અપોર્ચ્યુનિટીઝ આરસીએલથી બહાર નીકળી શકે છે. IHCLના એક્ઝિક્યૂટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને સીએફઓ ગિરિધર સંજીવી(Giridhar Sanjeevi)એ થોડા દિવસો પહેલા જ કહ્યું હતું કે Tata Opportunities Fund છેલ્લા 10 વર્ષથી અમારા પાર્ટનર છે. હવે તેમની કંપનીમાંથી બહાર નીકળવાની ટાઇમિંગ પર વાતચીત થઇ રહી છે.



    આ પણ વાંચો : Zomatoનો IPO ચૂકી ગયા? તમે આ રીતે પણ સ્ટાર્ટઅપમાં કરી શકો છો મૂડીરોકાણ

    Tata Opportunities Fundએ 2010માં કંપનીનાં 10 ટકા ભાગીદારી રાખી હતી. આ મુદ્દે હજુ કોઇ સચોટ નિર્ણય નથી થયો, પરંતુ જાણકારો અમુસાર આ વાતને પ્રાથમિકત અપાશે કે આઇપીઓના પહેલા RCLને IHCLની 100 ટકા સબ્સિડિયરી બનાવવામાં આવે.

    50 શહેરોમાં છે 78 હોટેલ

    આપને જણાવી દઇએ કે IHCLના પોર્ટફોલિયોમાં 50 શહેરોમાં સ્થિત 78 હોટલ છે, જેમાં 24 પ્રોપર્ટી અંડરડેવલપમેન્ટ છે. જીંજર એક એન્ટ્રી સેગ્મેન્ટની હોટલ બ્રાન્ડ છે. હાલમાં જ તેના અપગ્રેડેશનના ઘણા પ્રયાસો થયા છે. આ પહેલી વખત નથી કે જીંજરના આઇપીઓનું પ્લાનિંગ કરાઇ રહ્યું છે. આ પહેલા પણ 2012માં જીંજરના લિસ્ટિંગની વાત કરવામાં આવી હતી.

    Taj, Vivanta અને SeleCtions પણ IHCLની જ બ્રાન્ડ્સ

    ઉલ્લેખનીય છે કે IHCL માટે જીંજર હજુ સુધી નુકશાન જ આપી રહ્યું છે. છતાં સમગ્ર ગૃપમાં સૌથી શ્રેષ્ઠ ક્યૂપેન્સી દર જીંજરનો છે. તે પણ જણાવી દઇએ કે IHCLના અન્ય 3 હોટેલ બ્રાન્ડ પણ છે. જેમાં Taj, Vivanta, SeleCtions સામેલ છે. 2018 બાદથી RCLએ 33 નવી પ્રોપર્ટી સામેલ કરી છે. આ રીતે જોઇએ તો કંપનીએ દર મહીને 1થી વધુ નવી પ્રોપર્ટી ઉમેરી છે.

    આ પણ વાંચો : Business Tips : 10 રૂપિયાની આ સિરિયલ નંબર વાળી નોટ આપી શકે છે રૂપિયા 5 લાખ, જાણો કેવી રીતે

    2021માં સમાપ્ત નાણાકિય વર્ષમાં RCLની રેવેન્યૂ રૂ. 134.86 કરોડ

    IHCL દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, 31 માર્ચ, 2021એ પૂર્ણ થતા નાણાંકીય વર્ષમાં RCLની રેવન્યૂ 134.86 કરોડ રૂપિયા હતી. જે વાર્ષિક આધારે 37 ટકા ઓછી હતી. આપને જણાવી દઇએ કે, 31 માર્ચ, 2020એ સમાપ્ત વર્ષમાં કંપનીની આવક 212.65 કરોડ રૂપિયા હતી. કંપનીને નાણાંકીય વર્ષ 2021માં 49.38 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું. જ્યારે નાણાંકીય વર્ષ 2020માં કંપનીને 22.77 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું.
    Published by:News18 Gujarati
    First published:July 21, 2021, 20:50 IST

    ટૉપ ન્યૂઝ